Abtak Media Google News

યાર્ડના શેડમાં આગમાં રપ લાખ પૈકી ૫.૨૭ લાખ બચી ગયેલા બારદાન સગેવગે કર્યાનો ગુનો નોૅધાયો તો

રાજકોટના જુના યાર્ડના શેડમાં બારદાન સળગાવવાના કૌભાંડમાં ચોરાયેલા ૫.૨૯ લાખ બારદાનો ગુજકોકના ગોડાઉનમાં કોઇપણ જાતની એન્ટ્રી, બિલ્ટી કે બીલ બનાવ્યા વિના અલગ અલગ ગોડાઉનોમાં સગેવગે કરવાના કાવતરામાં મગન ઝાલાવડીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતા કોર્ટે જામીન અરજી રદ કરતો છે.

વધુમાં રાજકોટના જુના યાર્ડના શેડમાં ગુજકોના રપ લાખ બારદાન માં લાગેલ આગમાંથી બળી ગયેલ ૫.૨૭ લાખ બારદાન સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડીયા મનસુખભાઇ લીબાસીયા તથા કાનજીભાઇ ઢોલરીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

મગન ઝાલાવડીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી કરી હતી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆતમાં આરોપી વિરુઘ્ધ તપાસના અંતે ચોકકસ અને સ્પષ્ટ પુરાવા મળી આવેલા હોય ત્યારે આરોપીઓ વિરુઘ્ધનો કેસ ફકત શંકા આધારીત રહેતો નથી પરંતુ પુરાવા આધારીત બની જાય છે.

આ પ્રકારના સંજોગો હોય ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહીં. સરકાર તરફેની તમામ રજુઆતો ઘ્યાનમાં લઇ એડી. સેસન્સ જજ વી.વી. પરમારે આરોપી મગન ઝાલાવડીયાની જામીન અરજી રદ કરી છે. આ કેસમાં સરકાર તરફ જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે.વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.