Abtak Media Google News

શિવસેના, એનસીપી, કોંગ્રેસે ૧૬૨ ધારાસભ્યની પરેડ કરાવતા ભાજપને ધારાસભ્ય તુટવાનો ડર: ફલોર ટેસ્ટ વેળાએ ગુજરાતથી સીધા જ વિધાનસભામાં હાજર કરશે

મહારાષ્ટ્રમાં ભાજપ તથા શિવસેના, એનસીપી, કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સત્તાની લડાઇનું કનેકશન હવે ગુજરાતમાં ખુલ્યું છે. દેવેન્દ્ર ફડણવીશ તથા અજીત પવારના સમર્થક એવા છ ધારાસભ્યોને ગુજરાતમાં શીફટ કરાયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ તમામ છ ધારાસભ્યોને મહારાષ્ટ્ર વિધાનસભાના ફલોર ટેસ્ટ વેળાએ ગુજરાતથી સિઘ્ધા જ રજુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયા બાદ ગત શનિવારે વહેલી સવારે અચાનક મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીશ તથા ઉપપ્રમુખ મંત્રી તરીકે એનસીપીના અજીત પવારે શપથ લીધા હતા. આ સમગ્ર મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો છે. ગઇકાલે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરાયા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન ગઇકાલે રાત્રે મુંબઇની એક ફાઇય સ્ટાર હોટલમાં શિવસેના – એનસીપી તથા કોંગ્રેસે ૧૬૨ ધારાસભ્યોની મીડીયા સમક્ષ પરેડ કરાવી હતી અને તમામને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા.

7537D2F3 2

જે રીતે ૧૬ર ધારાસભ્યોએ પરેડ કરી હતી તે જોતા એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે હાલ ભાજપ લધુમતિમાં આવી ગયો છે. સાથે સાથે શિવસેનાના સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે તેઓની પાસે ૧૬ર થી પણ વધુ ધારાસભ્યો છે આવામાં ભાજપને ધારાસભ્યો તુટવાનો ડર સતાવી રહ્યો છે. નાની નાની પાર્ટી તથા અપક્ષ એવા છ ધારાસભ્યો કે જે ભાજપ અને અજીત પવારને સમર્થન આપવાને છ તે કોઇ લોભ લાલચમાં આવી સામેની પાર્ટીમાં ન બેસી જાય તેવા ડરના માર્યા ભાજપે છ ધારાસભ્યોને રાતોરાત મહારાષ્ટ્રથી ગુજરાત શીફટ કરી લીધા છે. હાલ આ ધારાસભ્યોને કયાં રાખવામાં આવ્યા છે. તેની કોઇ ચોકકસ માહીતી નથી. આજે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર સૌની મીટ મંડાયેલી છે. જયારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાનો સમય આવશે ત્યારે આ તમામ છ ધારાસભ્યોને ગુજરાતથી સિઘ્ધા મહારાષ્ટ્ર વિધાનસભામાં હાજર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.