Abtak Media Google News

મહાવદ તેરશને ગૂરૂવાર તા.11.3.21ના દિવસે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીનો પ્રારંભ આ વર્ષે સવારે 9.24 સુધી શિવયોગ છે. આથી શિવરાત્રીનો પ્રારંભ શિવયોગમાં થશે. અને રાત્રીનાં 9.45પછી શ્રવણ નક્ષત્ર પણ ઉતમ છે. શિવરાત્રીનાં દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવાથી જીવનના બધા જ કષ્ટે દૂર થાય છે. મહાશિવરાત્રીના દિવસે આઠ પ્રહોરની પૂજામાં મુખ્ય રાત્રીનાં ચાર પ્રહોરની પૂજા મહત્વની છે.

ચાર પ્રહરની પૂજા

તેમાં પહેલા પ્રહરે મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન ચોખા કમળ કરેણના પૂષ્પ વડે પૂજા કરવી નૈવેધમાં પકવાન ધરાવો.બીજા પ્રહોરની પૂજામાં મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવુંત્રીજા પ્રહોરમાં મહાદેવજીને દૂધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલપૂવાનું નૈવેધ તથા શાકદાળમ ધરાવવું ત્યારબાદ બિલિપત્ર અર્પણ કરવા. ચોથાપ્રહરે જળચડાવ્યાબાદ અળદ, કાગ, મગ, સાત ધાન્ય ચડાવા બિલીપત્ર ચડાવવા દૂધનામષ્ટાનનું નૈવેધ ધરાવું આમ ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોનુ કલ્યાણ થાય છે.

શિવપૂજામા ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલીંગમાં મૂળમા બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે આમ શિવલીંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે. અલગ અલગ દ્રવ્યથી પૂજાનું ફળ સંતાન પ્રાપ્તી માટે ચોખાથી ધનની પ્રાપ્તી માટે બિલિપત્રથી આયુષ્ય વધારવા દૂર્વાથી રાજયોગ માટે ઘીથી સર્વ મનોકામના સિધ્ધિ માટે અને નવગ્રહની શાંતી માટે કાળાતલથી સુખી દામ્પત્યજીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દૂર ઓછી કરવા શેરડીના રશથી રાશી પ્રમાણે શિવજીની પૂજા. મેષ (અ.લ.ઈ.): શેરડીના રસથી તથા સુખડીનું નૈવેધ ધરાવું

  • વૃષભ (બ.વ.ઉ): સાંકરવાળા પાણીથી દુધથી પૈડાનું નૈવેધ ધરાવું
  • મિથુન (ક.છ.ઘ.): કાળાતલથી તથાદુધથી સકરીયાનો શિરો ધરાવો
  • કર્ક (ડ.હ): દુધથી તથા સાકરવાળા પાણીથી નૈવેધમાં રાજગરરાનો શિરો ધરાવો.
  • સિંહ (મ.ટ): ઘી તથા ચણાની દાળથી ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવેધ ધરાવું
  • કન્યા (પ.ઠ.ણ.): મધથી તથા દૂધથી નૈવેધમાં દુધ પાક ધરાવો
  • તુલા (ર.ત.): કાળા તલ તથા શેરડીના રસથી દુધની મીઠાય ધરાવી.
  • વૃશ્ર્ચિક (ન.ય): બીલીપત્ર તથા દુધથી નૈવેધમાં તલની વસ્તુનું નૈવેધ ધરાવું
  • ધન (ભ.ફ.ધ): શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી નૈવેધમા અળદીયા ધરાવા
  • મકર (ખ.જ.) મોટીપનોતી છે.કાળાતલથી અભિષેક કરવો માલપૂવા ધરાવી શકાય.
  • કુંભ (ગ.શ.સ)મોટી પનોતી ચાલુ છે. કાળાતલ સાકર વાળુ જળ મધથી અભિષેક કરવો અળદીયા ધરાવા
  • મીન (દ.ચ.ઝ.થ) ઘી તથા દૂર્વાથી અભિષેક કરવું દૂધથી અભિષેક કરવો નૈવેધ પીળી વસ્તુ ધરાવું.

નિશિથકાળ રાત્રે 12.33 થી 1.21 સુધી

ચાર પ્રહરનો સમય

પ્રથમ પ્રહર સાંજે 6.55 થી 9.56

બીજો પ્રહર રાત્રે 9.56 થી 12.57

ત્રીજો પ્રહર રાત્રે 12.57 થી 3.58

ચોથો પ્રહર રાત્રે 3.58 થી સવારે 7.00

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.