Abtak Media Google News

પર્યુષણ પર્વ નિમિતે સર્વત્ર અખંડ ભકિતનો માહોલ: જિનાલયોમાં પ્રભુજીની સુંદર આંગી નિહાળી શ્રદ્ધાળુઓ બન્યા ધન્ય: ભગવંતની ભાવના કરવા ભાવિકો નિત્ય જિનાલયનાં આંગણે

જૈનોના પાવન પર્યુષણ મહાપર્વ અંતર્ગત સૌરાષ્ટ્ર સહિત રાજકોટનાં નાના-મોટા તમામ જિનાલયોમાં નમહાવીર શરણમ્ મમથનો નાદ ગુંજી રહ્યો છે. દેરાસરો અને ઉપાશ્રયોમાં દરરોજ અનેરા ધાર્મિક અનુષ્ઠાનો યોજાઈ રહ્યા છે. જૈનો વિવિધ પ્રકારે દાન તેમજ ઉપવાસ કરી પ્રભુભકિતમાં લીન છે.જિનાલયોમાં સવાર-સાંજ ભગવાનની આરાધના કરવા હજારો શ્રાવકો પધારી રહ્યા છે. જિનાલયોમાં નિત્ય પ્રભુજીની દિવ્ય અંગ રચના કરવામાં આવી રહી છે. જિનાલયોમાં જૈન સાધુ-સાધ્વીજીઓના પ્રવચન સાંભળવા દરરોજ જૈન-જૈનેતર માનવ મહેરામણ ઉમટી પડે છે.

Advertisement

જાગનાથ મહાવીર સ્વામી જિનાલયમાં ત્રિશલાનંદન વીર ઝુલ્યા પારણે

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ અંતર્ગત છેલ્લા પાંચ-દિવસથી રાજકોટ શહેરનાં તમામ જિનાલયોમાં દિવ્ય ધાર્મિક માહોલ છવાયો છે. જિનાલયો ભવ્ય રોશનીના સુંદર શણગારોથી દીપી ઉઠયા છે. દરરોજ સવાર-સાંજ જૈન-જૈનેતર દેરાસરો અને ઉપાશ્રયોમાં પ્રભુજીના પુજન-અર્ચનમાં તલ્લીન જોવા મળી રહ્યા છે. શહેરનાં જાગનાથ વિસ્તારમાં આવેલા મહાવીર સ્વામી જિનાલયે ભગવાનને દિવ્ય આંગીનો હિરાજડીત શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ત્રિશલાનંદનના વીરના જન્મના વધામણા કરવા અહીં પારણાને નયનરમ્ય અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. પારણાને ઝુલાવી હર્ષોલ્લાસથી જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.