Abtak Media Google News

ઘણા બાળકોને એવું કહેતા સાંભળ્યા જ હશે કે મમ્મી આમાં જો તર વળી ગઈ દૂધ ગાળી આપતો. અને મોટા બાળકો જાતે દૂધમાંથી મલાઈ  સાઈડ માં કરી નાખતા હોઈ છે. હા પણ અમુક લોકોને મલાઈ ભાવતી પણ હોઈ છે મમ્મીને છુપાવવી પડે કે બેટા રહેવા દે આમાંથી હજુ ઘી બનાવવાનું છે. તો ચાલો વાત કરીએ મલાઈથી  થતા અઢળક ફાયદાઓ વિશે…

Cream From Buffalo Milk || Malai - Youtube

દૂધની મલાઈનો સ્વાદ અદ્ભુત છે. આ મલાઈને જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. આપણા ઘરોમાં દૂધની મલાઈનો ભરપૂર ઉપયોગ થાય છે. આયુર્વેદમાં તેને (દૂધની મલાઈ)ને  ‘સંતનિકા’ કહેવામાં આવે છે.

આયુર્વેદમાં દૂધની મલાઈને દવા ગણવામાં આવે છે. દૂધની મલાઈ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. તેના ઘણા ફાયદા છે. તે અનેક રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. ચાલો જાણીએ કે દૂધની મલાઈ ખાવાથી શું ફાયદા થાય છે.

દૂધની મલાઈના ફાયદા શું છે

Homemade Cream Recipe | Fresh Cream Recipe

પુરુષો માટે ફાયદાકારક

8 Date Ideas For Couple Who Love Adventure &Amp; Live Life On The Edge

હેલ્થ એક્સપર્ટના મતે પુરુષોએ દૂધની મલાઈ અવશ્ય ખાવી જ  જોઈએ. આ તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધની મલાઈ ખાવાથી તેમનું શરીર મજબૂત બને છે. તેનાથી તેમનું લગ્નજીવન પણ સુધરે છે. રાત્રે દૂધની મલાઈ ખાવાથી જબરદસ્ત ફાયદો થાય છે.

શરીરમાંથી ગંદકી દૂર કરે

बॉडी को डिटॉक्स करने में मदद कर सकते हैं ये योगासन | Easy Yoga Poses That Detox Your Body | Herzindagi

જે લોકોના લોહીમાં પિત્ત અને ઝેરી પદાર્થો વધી ગયા છે. તેમના માટે સંતાનિકા એટલે કે દૂધની મલાઈ અકસીર કામ કરે છે કોઈ દવાથી ઓછી નથી. તે લોહીમાં રહેલા પિત્ત અને ઝેરને દૂર કરે છે. જેના કારણે લોહી સંબંધિત સમસ્યાઓ, એલર્જી સહિતની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

વાયુ વિકૃતિઓથી છુટકારો મેળવો

5 Easy Ways To Get “Makhmal” Skin With Malai

આયુર્વેદમાં કહેવાયું છે કે વાયુ વિકારોને બેલેન્સ રાખવું જોઈએ, કારણ કે જો તેમાં કોઈ સમસ્યા હોય તો શરીર અનેક રોગોથી ઘેરાઈ શકે છે. આવી સ્થિતિમાં જે લોકોને ગેસની સમસ્યા હોય તેમને બેલેન્સ કરવા માટે દૂધની મલાઈ મદદરૂપ થઈ શકે છે. તે રોગોને દૂર કરવામાં મદદ કરે છે.

દૂધની મલાઈ ખાવાથી શું નુકસાન થાય છે

How To Make Malai At Home| मलाई से घी कैसे निकाले| मलाई Meaning In English | How To Make Thick Milk Cream Aka Malai At Home | Herzindagi

દૂધની મલાઈ શરીર માટે જેટલી ફાયદાકારક હોય છે, તેટલી જ વધુ માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે હાનિકારક પણ બની શકે છે, તેથી આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. મોટી માત્રામાં દૂધની મલાઈ ખાવાથી પાચનતંત્રને સૌથી વધુ નુકસાન થાય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.