Abtak Media Google News

ઈશ્વર્યા પાર્ક ખાતે યોજાનારા લોકમેળામાં રાઈડ્સ માટે અરજી પ્રક્રિયા ૨૨મીથી  થશે શરૂ

આગામી તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન રેસકોર્સના મેદાનમાં યોજાનાર મલ્હાર લોકમેળાને રૂા.૪ કરોડના વીમા કવચી સુરક્ષીત કરાયો છે. વધુમાં આ મેળામાં રાઈડ્સની કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પણ લોકમેળા અમલીકરણ સમીતી દ્વારા પુરતી વ્યવસ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈશ્વર્યા પાર્ક ખાતે પણ લોકમેળો યોજાનાર છે જેમાં રાઈડ્સ માટે અરજી પ્રક્રિયા ૨૨ થી ૩૧મી સુધી ચાલવાની છે.રેસકોર્સ મેદાન ખાતે તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ સુધી યોજાનાર પાંચ દિવસીય મલ્હાર લોકમેળા માટે લોકમેળા અમલીકરણ સમીતી દ્વારા રૂા.૪ કરોડનો વિમો લેવામાં આવ્યો છે. વધુમાં હાલ મેળાની તૈયારીઓનો ધમધમાટ વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અમદાવાદના કાંકરીયામાં તાજેતરમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેના પગલે વહીવટી તંત્રએ સતર્ક બની લોકમેળાની રાઈડ્સ ઉપર પુરતી દેખરેખ રાખવાનો વ્યૂહ ઘડી કાઢયો છે. આ ઉપરાંત તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન ઈશ્ર્વરીયા પાર્ક ખાતે પણ જન્માષ્ટમી નિમિતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં નાની હાી ચાલતી ચકકરડી, ચકડોળ અને જમ્પીંગ માટે ફોર્મ પ્રક્રિયા આગામી તા.૨૨ થી શરૂ થવાની છે જે તા.૩૧ સુધી ચાલવાની છે. ફોર્મની પ્રક્રિયા રાજકોટ મામલતદાર કચેરી, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે સવારે ૧૧થી બપોરના ૪ વાગ્યા સુધી ચાલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.