Abtak Media Google News

મમતા સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે ભાજપ: રાજયભરમાં વિરોધ પ્રદર્શનો પણ યોજશે

આઝાદીના સમયથી કોંગ્રેસનો ગઢ રહેલા પૂર્વોત્તર રાજયોમાં પગ જમાવવા ભાજપે લાંબા સમયની કમર કસી છે. જેના ભાગરુપે પૂર્વોત્તર  રાજયોના પ્રવેશદ્વાર ગણાતા પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ મજબુત સંગઠ્ઠન ઉભુ કરી ચુકયું હોય અવાર નવાર મમતા સરકાર સાથે રાજકીય વિવાદો ઉભા થતા રહે છે. આગામી લોકસભાની ચુંટણીને લઇ લોકજુવાળ ઉભો કરવા ભાજપે પશ્ર્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવાનું આયોજન ઘડી કાઢયું હતું. પરંતુ, મમતા સરકારે આ રથયાત્રાની રાજયમાં કાયદા અને વ્યવસ્થા બગડવાનું કારણ આપી તેના પર પ્રતિબંધ મુકયો છે. સરકારના આ નિર્ણયને ભાજપે હાઇકોર્ટમાં પડકારવાનો તથા રાજયભરમાં પ્રદર્શનો યોજી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે તેમને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તથા રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે આ અંગે બેઠકો યોજનો આ મુદ્દે પાર્ટીની આગામી રણનીતી ઘડી કાઢી છે.

જે મુજબ અમે મમતા સરકારના રથયાત્રા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારીશું. રાજય સરકાર અમારા રાજકીટ કાર્યક્રમ પર કેવી પ્રતિબંધ મુકી શકે તેવો પ્રશ્ર્ચાર્થ કરીને ઘોષે આ મુદ્દે રાજયપાલ કે.કે.ત્રિપાઠીને ફરીયાદ કરવાનું તથા રાજયભરમાં પ્રદર્શનો યોજીને વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મમતા બેનર્જીની સરકારે ભાજપની રથયાત્રાના કારણે રાજયમાં સાંપ્રદાયિક હિંસા થવાની ગુપ્તચર એજન્સીઓના અહેવાલના આધારે શનિવારે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ પહેલા કલકતા હાઇકોર્ટની ડીવીઝન બેન્ચે ૭મી ડીસેમ્બરના રોજ મુખ્ય સચિવ માલય દે, ગૃહસચિવ અત્રી ભટ્ટાચાર્ય અને ડીજીપી વિરેન્દ્રને ભાજપના ત્રણ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને રથયાત્રા પર નિર્ણય લેવા જણાવ્યું હતું.

જેદરમ્યાન રાજયની ગુપ્તચર સંસ્થાઓએ આપેલા અહેવાલ મુજબ રથયાત્રા દરમ્યાન કેટલાક જીલ્લાઓમાં આરએસએસ, બજરંગદળ, વિશ્ર્વ હિંદુ પરિષદ  જેવા સાંપ્રદાયિક સંગઠ્ઠનો ભાજપની આ રથયાત્રામાં જોડાઇને કોઈતંગદીલી ઉભી કરે તેવી સંભાવના હોય તેનાથી કોમી તોફાનો

ફાટી નીકળવાની અને રાજયની શાંતિનો ભંગ થવાની સંભાવના હોય રાજય સરકારે આ રથયાત્રા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. તેમ મમતા સરકારે દિલીપ ઘોષને પત્ર પાઠવીને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે રાજયની રર લોકસભા બેઠકો પર વિજય મેળવવાનો લક્ષ્યાંક નકકી કરીને ‘લોકશાહી બચાવ’ ઝૂંબેશના ભાગરુપે રાજયભરના વિવિધ વિસ્તારોમાં ત્રણ રથયાત્રાઓ કાઢવાનો નિર્ણય કર્યો હતો.

આ પ્રસ્તાવિક રથયાત્રાઓ ૪ર લોકસભા બેઠક વિસ્તારોમાં ફરીને ભાજપ તરફી લોકજુવાળ ઉભો કરે તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ રથયાત્રાના અંતે કોલકતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ ભાજપના ઇરાદાને પારખી ગયેલા મમતા બેનર્જીએ કોમી તોફાનોના અદેશાના બહાને ભાજપની રથયાત્રા પર પ્રતિબંધ મુકી દઇને ભાજપની રથયાત્રાને મ્હાત આપવાોન પ્રયત્ન કર્યો હતો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.