Abtak Media Google News

મહેસુલ વિભાગ માટે  5140 કરોડની જોગવાઈ

6 સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડયુટી નોંધણી ભવનના બાંધકામ માટે  35 કરોડની ફાળવણી

જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે.

Advertisement

હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે. મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરીને ઇન્ડેક્ષ-2ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.

પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે ‘46 કરોડની જોગવાઇ.

6-સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે ‘35 કરોડની જોગવાઈ.

નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે ‘7 કરોડની જોગવાઇ.

મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે ‘5 કરોડની જોગવાઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.