Abtak Media Google News

પાંચ વર્ષે પૂર્વે દંપતીને આપઘાતની ફરજમાં જમાઇનો હાથ હોવાનું મનદુ:ખ રાખી હત્યા કર્યાની બંને શખ્સોની કબુલાત

ગોંડલ ચોકડીએ મુકવા જવાના બહાને બાઇકમાં બેસાડી બંને શખ્સોએ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ઢીમ ઢાળી દીધુ

શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ જતાં મેંગો માર્કેટ પાસે પોરબંદરના યુવાનની માથા અને આંખ સહિતના ભાગ પર બોથડ પદાર્થ ફટકારી હત્યા કાર્યના ગુનામાં તેના સાળા સહિત બે શખ્સોની ધરપકડ કરી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મરણજનાર દેવીપૂજક યુવકના સાળા તેની પત્નીએ  આત્મહત્યાકરેલી હોય, જે બાબતનું ઘણા સમયથી મનદુ:ખ ચાલતું હોવાથી તેના સાળા અને આત્મ હત્યા કરનાર યુવતીનાભાઈએ હત્યા કરી હોવાની કબૂલાત આપતા ક્રાઇમ બ્રાંચની ટીમે એક બાઈક – 2 મોબાઈલ કબ્જે કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 05 ના રોજ કુવાડવા હાઇવે પર મેંગો માર્કેટ પાસેથી મૂળ પોરબંદરના અને હાલ નવાગામ મામાંવાળીમાં રહેતા મુકેશ કાનજીભાઈ સોલંકી ( ઉ.વ 30)ને માથામાં પથ્થરના ઘા ફટકારી હત્યા કરેલી લાશ મળી આવી હતી.જેમાં કૌટુંબિકજનોએ હત્યા કરી હોવાની આશંકાએ ક્રાઇમ બ્રાન્ચે  કમલેશ ઉર્ફ કમો મથુરભાઈ વાડોદરિયા ( ઉ.વ 21) અને ગોપાલ ઉર્ફ ગોવિંદ ભાણાભાઈ સોલંકી ( ઉ.વ 19) ની ધરપકડ કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી.

મરણજનાર મુકેશભાઇ કાનાભાઇ સોલંકીના સાળા દીનેશ ભાણાભાઇ સોલંકી તથા તેની પત્નિ કંચનબેન દીનેશભાઇ સોલંકીએ આશરે પાંચેક વર્ષ પહેલા ચોરીના ગુન્હામાં પોરબંદર ખાતે પકડાયેલ હતા. ત્યારે કંચનબેનએ પોલીસ સ્ટેશનમાજ ગળાફાંસો ખાઈ આપઘાત કરેલો અને તેના બે મહીના પછી દીનેશ ભાણાભાઇ સોલંકીએ પણ રાજકોટ ખાતે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.જેમા દીનેશભાઇ ભાણાભાઈ સોલંકી આરોપી ગોપાલ ઉર્ફ ગોવિંદ સોલંકી થતો હોય અને કંચનબેન આરોપી કમલેશ ઉર્ફ કમાની બહેન હોય અને આ કામે મરણજનાર મુકેશભાઇ કાનાભાઇ સોલંકીએ ખોટી રીતે તે બંન્ને ને ચોરીમાં પકડાવેલ હોવાની શંકા હતી.જેથી આ બંન્નેએ આત્મહત્યા કરેલ હોવાનું બંન્ને આરોપીઓ માનતા હોય જેથી મુકેશભાઇ કાનાભાઇ સોલંકી ઉપર તે બાબતનો ખાર હોય ગત તા.05/03/2021 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના અરસામાં આ કામે મરણજનાર મામાવાડી પાસે આરોપીઓના ઘર પાસે ગાળો બોલતો હોય અને ઝગડા કરતો હોય જેથી બન્ને આરોપીઓએ તેને મારી નાખવાના ઇરાદે રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં આરોપી ગોપાલનું પ્લેન્ડર મોટર સાયકલ લઇને ગોંડલ ચોકડીએ મુકવા જવાના બહાને તેને વચ્ચે બેસાડી પાછળના ભાગે આરોપી કલ્પેશ બેસી બંન્ને આરોપીઓ મરણજનાર મુકેશભાઇ કાનાભાઇ સોલંકીને પ્રથમ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર બાપાસીતારામ હોટલની પાસે રોડથી અંદરના આવાવરુ જગ્યાએ લઇ જય ઝપાઝપી કર્યા બાદ યુવકને માથાના ભાગે પથ્થર ફટકારી હત્યા કરી નાખી હતી. ત્યાથી તાત્કાલીક પોતાનું મોટરસાયકલ લઇને નાશી ગયેલ

હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં ક્રાઇમ બ્રાંચના પી.આઈ વી.કે ગઢવી, બી ડિવિઝનના પી.આઈ એમ.બી.ઔસુરા, પી.એસ.આઈ પી.એમ.ધાખડા, યુ.બી.જોગરણા, એસ.વી સાખરા, પી.બી.જેબલિયાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

આઈ વે પ્રોજેકટ અને ઇ ગુજકોપ એપ્લિકેશન આધારે ભેદ ઉકેલાયો

હત્યાના બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ તથા બો ડિવિઝન પોલીસની ટીમે સાત અલગ અલગ ટિમો બનાવી હત્યાના આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.જેમાં હત્યાના બે આરોપીને રાઉન્ડઅપ કર્યા બાદ ઇ ગુજકોપ એપ્લિકેશનના આધારે પૂછપરછ હાથ ધરી હતી. આઈ વે પ્રોજેક્ટના સીસીટીવીમાં પણ બન્ને શખ્સોની શકસપદ હલનચન કેદ થઈ ગઈ હતી. આ બન્ને આરોપીને ઓળખવા માટે ઇંડાની લારી ધારકની પણ મદદ લેવામાં આવી હતી.અંતે જુના મનદુ:ખ અંગે બન્ને આરોપીએ ભાંગી પડી હત્યા કર્યાની કબૂલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.