Abtak Media Google News

અધિકારીઓએ સત્તાનો દુર ઉપયોગ કરી મનપાનાં ૨૦૦૦ કાયમી સફાઈ કામદારો પાસે સફાઈ કરાવી તેવી અખિલ વાલ્મીકી સમાજની રજુઆત

અખિલ વાલ્મીકી સમાજ સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન કોર્પોરેશન રાજકોટનાં પ્રમુખ મનોજભાઈ ટીમાણીયા એક યાદી સાથે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા વર્ષોથી સાતમ-આઠમનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે. તેમાં કોર્પોરેશન દ્વારા લોકમેળાની સફાઈ કરાવવામાં આવે છે. તેનાં માટે કોન્ટ્રાકટ આપી મંડળીઓ, સખા મંડળીઓ દ્વારા સફાઈની અલગથી કોર્પોરેશન લાખો ‚પિયાની બજેટ જોગવાઈ કરી કામ કરાવે છે.

Manoj-Timania-Expresses-Anger-Over-The-Failed-Performance-Of-Cleaning-Contractors
manoj-timania-expresses-anger-over-the-failed-performance-of-cleaning-contractors

તેમાં કોર્પોરેશન દ્વારા લોકમેળામાં કોન્ટ્રાકટરોને કામ આપેલ તે નિષ્ફળ પોકળ સાબિત થયું. તેમાં જે કામ કોન્ટ્રાકટ દ્વારા સફાઈની કામગીરી કરાવવામાં આવે છે તેના બદલે રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશનનાં અધિકારીઓ, ડે.કમિશનર ચેતન ગણાત્રા તેમજ સોલીડ વેસ્ટ અધિકારી નિલેશ પરમાર, જીંજલા અને તેમનાં અન્ય અધિકારીઓએ પોતાની સતાનો દુર ઉપયોગ કરી બળજબરીથી કાયદા વિરુઘ્ધ રાજકોટ મહાનગરપાલિકાનાં ૨૦૦૦ કાયમી સફાઈ કામદારો પાસે લોકમેળાની સફાઈ કરાવવામાં આવી. બુધવારનાં દિવસે તેમને કાયદેસરની હકકની અડધા દિવસની રજા હોય છે. પોતાની નિષ્ફળતા ખામી છુપાવવા સફાઈ કાયમી સફાઈ કામદારોનો દુરુઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો રોશ સફાઈ કામદારોએ યુનિયનનાં આગેવાનોને સ્થળ પર બોલાવી રોષ વ્યકત કર્યો હતો. તે બાબતે ‚બ‚ નિરીક્ષણ કરતાં સતાધિશ અધિકારી ડે.કમિશનર ચેતન ગણાત્રા જાતિવાદી મનુવાદી ભેદ રાખી વાલ્મીકી સમાજનાં સફાઈ કામદારો સાથે સતાનો દુરઉપયોગ કરેલ છે.
આ બાબતે કેન્દ્ર સરકાર, રાજય સરકાર, આયોગ પંચ કમિટી પાસે તેમનો ખુલાસો મંગાવાશે. તેવી યાદી આપતા સફાઈ કામદાર યુનિયનનાં પ્રમુખ મનોજ ટીમાણીયા, મંત્રી કમલેશ વાઘેલા, ઉપપ્રમુખ યોવન મેવાડા વગેરે યાદી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.