Abtak Media Google News

રાજકોટમાં ગ્રાન્ડ ઠાકર પેલેસમાં ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકઝીબીશનનું આજથી ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખન ખેમસ્ણોનં વિવિભ ૪૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ટુર ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટુર પેકેજ અને પ્રવાસ માટેના સ્થળોનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. આ એકસ્પોમાં બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.

Advertisement

અબતક સાથેની વાતચીત દરમિયાન ટીટીએચ એસ્પોના ડીરેકટર કમલભાઇ શાહે જણાવ્યું કે અમે છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં ટ્રાવેલ્સ એકસ્પો ઓગેનાઇઝ કરીએ છીએ. જેવા કે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, આણંદ વગેરે અમે રાજકોટમાં બીજી વખત ગ્રાન્ડ ઠાકર હોટેલ મુકામે ૩,૪,પ ઓગસ્ટના રોજ ટ્રાવેલ એકસ્પોનું આયોજન કર્યું છે. અહીંયા ઘણા બધા ટુર્સ, ટ્રાવેલ્સ, હોટેલ્સ  વગેરેના સ્ટોલ છે. ગુજરાત ટુરીઝમના સ્પોનસર શીપ છે. અમારા મેઇન સ્પોનન્સ નેકસવલ્ડ હોલી ડે અસોરિએટ સ્પોન્સર કે.સી. હોલી ડે તથા સ્ટેલા ટ્રાવેલ્સનો સ્પોર્ટ રહ્યો છે. પ્રાઇઝ સ્પોન્સર તરીકે ફેસ્ટીવ હોલી ડેનો સ્પોર્ટ રહ્યો છે. અમારા હોસ્પિાટીલીટી સ્પોન્સર તરીકે આદેશ ટ્રાવેલ્સ નો સ્પોર્ટ રહ્યો છે. બેસ્ટ ટ્રાવેલ્સના દિપકભાઇનો પણ ઘણો સ્પોર્ટ મળ્યો છે. અહિંયા બીજા ઘણા બધા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્ટોલસ છે. ફેસેલીટીની વાત કરીએ તો જે લોકો એકઝીબીશન જોવા આવશે તેને ઓન ધ સ્પોર્ટ અહિયા ડિસ્કાઉન્ટ સારુ મળશે એક જ જગ્યાએ ફરવા જવા માટેની બધી માહીતી પુરેપુરી મળશે.

હમણાં જન્માષ્ટમી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. એના માટે વલ્ડ લેવલે જોવા જઇએ તો ઇન્ડીયા અને આઉટ ઓફ ઇન્ડીયા અને ગુજરાતમાં જોવા જઇએ તો રાજકોટ આ રંગીલા રાજકોટમાં ફરવાવાળી પબ્લીક ૭૦ થી ૮૦ ટકા હોય છે. તો હું આ રાજકોટના તમામ રહીશો તથા રાજકોટની આજુબાજુ રહેવા વાળા તમામ પ્રવાસી વર્ગોને અમારા એકઝીબીશનમાં આવવા માટે આમંત્રણ આપું છું. તમે ૩,૪,૫ ઓગષ્ટ ગ્રાન્ડ ઠાકરમાં અમારા એકસ્પોનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન ફેસ્ટીવ હોલીડેના ઓનર અભિનવ પટેલે જણાવ્યું કે અમારા ટીટીએચ એકસ્પો ૨૦૧૮ ની અંદર ફેસ્ટીવ હોલી ડે અમારી કંપની છે.

લોકોને અવનવા ડેસ્ટીનેશનની જાણ થાય અને ઓફર્સ મળે તે હેતુથી અમે સ્ટોલ કરીને બધા જ લોકોને આમંત્રણ આપી છીએ કે તમામ લોકો એકઝીબીશનમાં પધારો વધુમાં જણાવ્યું કે અમારા પેકેટમાં ડોમેસ્ટીકમાં જોવા જઇએ ગોવા, કેરાલા, આ બન્ને ડેસ્ટીનેશનલ એવા છહીે જન્માષ્ટમી અને દિવાળી બંન્નેમાં લોકો જઇ શકે. અને ઇન્ટરનેશનલમાં સિગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ડ્રીમ, ક્રુઝ, દુબઇ, બાલી વગેરે ડેસ્ટીનેશન છે. જેની અમે સેવા આપીએ છીએ આ ટુર્સની ખાસિયત એ છે કે સૌથી સારામાં સારા રેઇટસ અને સારામાં સારી સર્વિસ જનરલી ફોર સ્ટાર્સ હોટેલ સિગાપુર એરલાઇન્સ, ડ્રીમ ક્રુઝ આ બધુ યુઝ કરીએ ૩ સ્ટાર હોટલ સાથે પેકેજીસ વેંચતા હોય તેમાં અમે ફરો સ્ટાર હોટેલસ એન્ડ સિગાપુર એરલાઇન્સ  બધી પ્રિમીયમ વસ્તુઓ આપીએ છીએ. એક નવી વસ્તુ આ ડિપાચર્સમાં ખેડ કરી છે. જન્માષ્ટમીમાં આપણે બહારગામ જઇએ ત્યારે સૌરાષ્ટ્રની પબ્લીકને છાશ વગર થોડી તકલીફ પડે તેવું અમે અનુભવ્યું પહેલા ડિપાચર્સમાં એટલે આ વખત જમવાની સાથે એક ગ્લાસ છાશ પર પર્સન આપીશું. જે ફિઓફ કોસ્ટ છે અમને રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાનો છેલ્લા બે વર્ષમાં માેટી સંખ્યામાઁ સ્પોર્ટ મળ્યો છે.

અને પેપરમાં એક જાહેરાત મુકીને લોકો અમારા પર વિશ્ર્વાસ કર્યો જે લોકો ફરીને આવ્યા તે લોકો પણ ફરીથી જોડાવા ઇચ્છતા હોય છે તેથી અમે લોકોનો  આભાર માનીએ છીએ જેઓએ અમારા પર ભરોસો મુકયો હજુ પણ ઘણા લોકો પાસેથી અપેક્ષા છે કે અમારી સારામાં સારી સર્વિસીસનો ઓછામાં ઓછા રેટથી લાભ લે.

કાઠીયાવાડી અને હાઇજીન ફુડ મળે તે માટે ખાસ ઘ્યાન આપીએ છીએ: દિપક કારીયા

બેસ્ટ ટુર એન્ડ ફોરેકસના માલીક દિપક કારીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેઓ લોકોને રાજકોટથી નીકળે અને રાજકોટ પરત આવે ત્યાં સુધી લોકોએ કોઇપણ વસ્તુનું ઘ્યાન ના રાખવું વડે તે દરમિયાનની તમામ તકેદારી તેઓ રાખે છે. ફુડવિશે વિશેષ વાતમાં જણાવ્યુેં કે ઇજીપ્ત, બાલી, ભુટાન, યુએસઅ, ઓસ્ટ્રેલીયા જેવા અનેક ટુર યોજાય છે. પરંતુ આ ક્ધટ્રી કે જયાં નોનવેજ ફુડ જ મળે છે ત્યાં પણ ખીચડી કઢી પીરસી આપીએ છીએ. સાથો સાથ તમામ કાઠીયાવાડી ભોજન પણ પુરુ પાડવામાં આવે છે. ખાસ તો તમામ લોકોને વ્યસ્થિત રીતે હાઇજીન ફુડ મળે રહે તે માટે પુરુ ઘ્યાન આપવામાં આવે છે.

ઉપરાંત ટુર દરમિયાન કોઇ દુધટના સર્જાય તો તેના માટે એક અલગ જ ટીમ બનાવવામાં આવી છે. જે ટીમ કોઇપણ સંજોગોમાં લોકોને મદદ કરશે. એકસ્પોમાં તેમની સ્કીમ વિશે વાત કરતાં જણાવ્યું કે યુરોપ જવા માટે રૂ ૬૦૦૦૦ માં બ્રેકફાસ્ટ ડીનર સાથે સાત દિવસ સ્વપ્નમાં ન આવે તે હકિકતમાં રુપાંતર થયુ છે ૨૦૧૮ અને ૨૦૧૯ માં કોઇપણ માણસ ટ્રાવેલ કરી શકે એટલે એની બડ૯ઠી કેન ફલાય સાથે અત્યારના આગળ વધી રહ્યા છે જાપાનમાં ૯૯૭૫૦ એરટીકીટ સાથે સાત દિવસનું પેકેજ છે. ખાસ તો જાપાનમાં સાત દિવસ ડીનર લેવામાં આવે તો પણ ૯૯૭૫૦ નું બીલ બની જાય ખાસ તો બેસ્ટ ટુરનું ઘ્યેય એજ છે કે રાજકોટ-સૌરાષ્ટ્રમાં એની બડી કેન ફલાય એ હકીકત બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.