Abtak Media Google News

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે ત્યારે આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળતા અને અસંવેદનશીલતા અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે.

પાંચ વર્ષમાં રાજયમાં 3740 વિદ્યાર્થીઓએ પણ જીવન ટૂંકાવ્યા

આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી, ભય, દેવાદારીના બોજ નીચે ભીંસમાં આવેલા પરિવારોએ ના છૂટકે સામૂહિક રીતે જીવન ટુંકાવવા બન્યા મજબુર બની રહ્યાં છે. ગતિશીલ – પ્રગતિશીલ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. દેશમાં વર્ષ 2022 માં 1,70,000 નાગરિકોએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે જે પૈકી ત્રીજાભાગના એટલે કે 55,000 જેટલા આપઘાત કરનારાઓમાં રોજમદાર, ખેતમજદુરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.

રોજનું કમાઈ રોજનો ખર્ચ – ફેરીયા – લારી – પાથરણાવાળા – રોજમદારની આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ વર્ષમાં 16862 રોજમદારો એ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, આવક ઘટતી જાય અને ખર્ચ વધતો જાય સહિતના કારણોથી આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોની સ્થિતિ ઘણી નાજુક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3740 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. દેશમાં છેલ્લા છ વર્ષમાં 68013 થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિ ભેદ, પરીક્ષામાં નિષ્ફળતા સહિત કારણોથી જીવન ટુંકાવ્યું છે. એટલે કે દરરોજ 35 થી વધુ વિદ્યાર્થીઓ જીવન ટુંકાવે છે એટલે કે દર એક-બે કલાકમાં બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.

ગુજરાતમાં આત્મહત્યા ના સતત વધી રહેલા બનાવો ચિંતાજનક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.