Abtak Media Google News

રાજકોટમાં ઢેબરભાઇ ચોકમાં વિશ્ર હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યા રામ મંદીર નિર્માણ મુદ્દે વિશાળ ધર્મસભા યોજાઇ હતી.જેમાં વિવિધ સંપ્રદાયના સંતો ઉ૫સ્થિત રહ્યા હતા. રામજન્મ ભૂમિ પર શ્રીરામનું મંદીર બનાવવાની બુલંદ માંગણી સાથે મોટી સંખ્યામાં રામભકતો ઉમટી પડયા હતા. શ્રીરામ મંદિરના નિર્માણ માટે રામભકતોએ ઉ૫સ્થિત રહી પોતાનું યોગદાન આપ્યું હતું. દેશભરમાં બધા સંસદીય ક્ષેત્રોમાં વિશાળા જનસભાના માઘ્યમથી જન ભાવના જગાડવા માટે તેમજ બધા સાંસદોને આવેદન આપી સાંસદમાં વિધાયક મુકાય તેણે સમર્થન કરવામાં આગ્રહ સાથે સભા યોજાશે.

અબતક સાથેની વાતચીતમાં વિશ્ર હિન્દુપરિષદના ઉપાઘ્યક્ષ હુકુમસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે રામજન્મ ભૂમિ પર રામમંદીર જ રહેશે

જેમાં કોેર્ટના નિર્ણયથી નારાજ ભારતની જનતા કેન્દ્ર સરકારને આગ્રહ કરવામાં આવશે કે આ સંસદીત સત્રમાં કેન્દ્ર સરકાર કાનુન બનાવી રામજન્મ ભૂમિ માટેના માર્ગ મોકળા કરે જેમાંથી રામમંદીર નિર્માણ કરી શકાય. રામમંદીરના નિર્માણ માટે જે કોઇ વિચારણા કરવાની છે તે સરકારને જ કરવાની રહેશે. જનતા જોઇ જ રહી છે. કે રામની જનતા સીતાને છોડાવી લંકાથીલાવ્યા હતા. જેના પગલે જનતા રામમંદીર બનાવવા પ્રયત્નો કરશે.અને અમારો મહત્વનો મુદો રામજન્મ ભૂમિ છે અને એ જ રહેશે. મંદિર સિવાય ચુંટણીમાં પણ કોઇ મુદ્દો છે નહી આટલા વર્ષોથી કોર્ટના હુકમને કારણેજ રામમંદીનું નિર્માણ થઇ શકયું નથી. જેમાં અગાઉ કહ્યું હતું કે અલ્હાબાદ કોર્ટમાં ૧૪ હજાર પ્રશ્ર નો નિર્ણય હતો. જેમાં હિન્દીમાંરહેલા પ્રશ્ર નો અનુવાદ અંગ્રેજીમાં માંગી રહ્યા છે. કેન્દ્રસરકાર જયારે પણ રામમંદીર બનાવાનો નિર્ણય કરશે તેના બીજા દિવસથી જ મંદીરનું કામકાજ શરુથઇ જશે. નેના તમામ મુદાાોઅ વિશે સરકારને વિચારવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.