Abtak Media Google News

પાટીદાર સમાજ માટે સામાજીક સંગઠન મજબુત કરવાનો સમય પાકી ગયો છે: મૌલેશભાઈ ઉકાણી

ઉમિયાધામ સિદસર મંદિરનાં નવનિયુકત ચેરમેન તરીકે વરાયેલા અગ્રણી ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું ઉપલેટા કડવા પટેલ સમાજ સહિત વિવિધ પાંખ દ્વારા ભવ્યાતીભવ્ય અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપલેટા કડવા પટેલ સમાજ, કડવા પટેલ સોશિયલ ગ્રુપ, ઉમા મહિલા સંગઠન સમિતિ અને ઉમિયા સમિતિ પરિવાર દ્વારા સપ્તપદિ પાર્ટી પ્લોટમાં પાંચ હજાર કડવા પટેલ સમાજનાં ભાઈ-બહેનો દ્વારા તાજેતરમાં ઉમિયા માતાજી મંદિર સિદસરનાં નવનિયુકત ચેરમેન મૌલેશભાઈ ઉકાણીનું પવિત્ર દશેરાનાં દિવસે ભવ્યાતીભવ્ય અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું.

2 4

આ તકે ઉપસ્થિત કડવા પટેલ સમાજનાં ભાઈ-બહેનોને ઉધોગપતિ અને શિક્ષણવિદ મૌલેશભાઈ ઉકાણીએ જણાવેલ કે, હાલનો સમય પાટીદાર સમાજ માટે સામાજીક સંગઠન મજબુત બનાવવાનો સમય પાકી ગયો છે. જે સમાજ સામાજીક સંગઠનમાં મજબુત હશે તે સમાજ કોઈપણ ક્ષેત્રે પ્રગતિ કરી શકશે પછી તે શિક્ષણ હોય કે વેપાર પાટીદાર સમાજ સામાજીક રીતે સંગઠીત હશે તો સમાજ આવતા નાના-મોટા પ્રસંગે પારિવારીક માહોલમાં માણી શકીશું. કડવા પટેલ સમાજ દ્વારા મને જે સામાજીક ક્ષેત્રની મોટી જવાબદારી આપવામાં આવી છે પણ હું એક સમાજનો સામાન્ય માણસ છું. ચેરમેન બનવાથી હું કોઈ મોટો માણસ નથી બની જતો પણ પાટીદાર સમાજને શિક્ષણ સહિત સામાજીક સંગઠીત કરવો તે મારી જવાબદારી બની ગઈ છે. આ કાર્યક્રમની શરૂઆત મા ઉમિયાની મહાઆરતી નવનિયુકત ચેરમેન મૌલેશભાઈ ઉકાણીનાં હસ્તે ઉતારી પ્રારંભ કરાયો હતો.

1 8

આ તકે સિદસર ઉમિયા મંદિર ટ્રસ્ટનાં નવનિયુકત ચેરમેન મૌલેશભાઈ ઉકાણીની સાથે ટ્રસ્ટનાં મહામંત્રી કૌશિકભાઈ રાબડિયા, મેનેજીંગ ડિરેકટર જયેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ, રાજયનાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા પણ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કડવા પટેલ સમાજ, કડવા પટેલ સોશિયલ ગ્રુપ, ઉમા મહિલા સંગઠન સમિતિ અને ઉમિયા સમિતિ પરિવારનાં સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.