Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ-દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદ પડશે

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોઝીક સરકયુલેશનની અસર તળે આવતીકાલથી રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગરમીનું જોર પણ ઘટયું છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આવતીકાલે શનિવારે દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, કચ્છ, દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં રવિવારના રોજ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આમેલી, ભાવનગર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હદેલીમાં જયારે સોમવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે સવારથ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની આગાહીના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં વિવિધ જણસીના વેચાણ માટે માલ લઇને આવતા ખેડુતોને માલ ઢાંકીને લાવવા અને વેપારીઓએ પણ માલ વ્યવસ્થિત સચવાય રહે તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ ગરમીમાં થોડી રાહત રહેશે ગઇકાલે સુરેન્દ્રનગર 38.8 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીનું તાપમાન 38 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 35.3 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 35.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 37.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 38 ડિગ્રી, વેરાવળનું તાપમાન 35.6 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 37.5 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 36.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન  37.4 ડિગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 37.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 36.8 ડિગ્રી, સુરતનું તાપમાન 38.6 ડિગ્રી, ભુજનું તાપમાન 38.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 36.5 ડિગ્રી, અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું.

ઉનાળાના આરંભે જ માવઠાની  આગાહી આપતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા છે. કમોસમી વરસાદની પાકની નુકશાનની થવાની ભીતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.