Abtak Media Google News

અજીંકયા રહાણે સદી ચુકયો: ચેતેશ્ર્વર પુજારાની અડધી સદી: ઈન્દોર ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં: ચોથી વિકેટ માટે રહાણે અને અગ્રવાલ વચ્ચે ૧૯૦ રનની ભાગીદારી

ઈન્દોર ખાતે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ડ્રાઈવીંગ સીટ પર આવી ગયું છે. આશાસ્પદ અને ઉભરતા ઓપનર મયંક અગ્રવાલે વધુ એકવાર ફાફડી સદી ફટકારી ટીમને મજબુત સ્થિતિમાં લાવી દીધું છે. મકકમતા સાથે તે બેવડી સદી તરફ આગળ વધી રહ્યો છે. અજીંકય રહાણે સદી ચુકયો હતો તો ચેતેશ્ર્વર પુજારાએ આકર્ષક અડધી સદી ફટકારી હતી. બેટસમેનોને યારી આપતી વિકેટ પર શુકાની વિરાટ કોહલી ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યો છે. ટેસ્ટનાં બીજા દિવસે ત્રીજા સેશનમાં ભારતની ટીમે ૪ વિકેટનાં ભોગે ૩૧૫ રન બનાવી ૧૬૫ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે. મયંક અગ્રવાલ ૬૪ રન સાથે દાવમાં છે.

પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનાં સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોની આગ ઝરતી બોલીંગ સામે બાંગ્લાદેશની ટીમ રીતસર ઘુંટણીયે પડી ગઈ હતી અને ૫૮.૩ ઓવરમાં માત્ર ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસે જ ભારતીય ટીમે એક વિકેટનાં ભોગે ૮૬ રન બનાવી ટેસ્ટમાં પોતાનાં ઈરાદા જાહેર કરી દીધા હતા. આજે બીજા દિવસે ભારતીય ટીમે આગળ રમવાનું શ‚ કર્યું હતું. ચેતેશ્ર્વર પુજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની અડધી સદી ફટકારી હતી. તે અંગત ૫૪ રને આઉટ થયો હતો ત્યારબાદ મયંક સાથે દાવમાં જોડાયેલા શુકાની વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ અબુ જાયેદની બોલીંગમાં એલબીડબલ્યુ આઉટ થતા મેદાનમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો જોકે ત્યારબાદ મયંક સાથે દાવમાં જોડાયેલા અજીંકય રહાણેએ તમામ બાંગ્લાદેશનાં બોલરોની ખબર લઈ નાખી હતી. આ દરમિયાન મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સદી ફટકારી હતી. ભારતનો સ્કોર ૩૦૯ રને પહોંચ્યો હતો ત્યારે અજીંકય રહાણે અંગત ૮૬ રને આઉટ થયો હતો. ચોથી વિકેટ માટે મયંક અગ્રવાલ અને રહાણે વચ્ચે ૧૯૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. આ લખાય રહ્યું છે ત્યારે ભારતીય ટીમે ૪ વિકેટનાં ભોગે ૩૧૬ રન બનાવી લીધા છે અને પ્રથમ દાવમાં ૧૬૬ રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે. મયંક અગ્રવાલ ૧૬૪ રન સાથે મેદાનમાં છે તે પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારવા માટે મકકમ ગતિએ આગળ વધી રહ્યો છે. ટેસ્ટનાં બીજા દિવસે ભારતે જે રીતે મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયા ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઈનીંગથી સજજડ પરાજય આપવાનાં મુડમાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.