Abtak Media Google News

સરકાર નું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘરથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે છે. તેમાં ખાસ કરી ઘર વિહોણા અને ઓછી આવક ધરાવતા લોકોને રાહતદરે મકાન મળી રહે તેના માટે મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થાય છે.પરંતુ સારા એવા પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં લાગવકીયા અને પહોંચતા પામતા લોકોને જ ડ્રોમાં મકાન લાગતા હોય તેવું ચર્યાય છે. જેના કારણે જરૂરિયાત મંદોને મકાન મળતાં નથી. આવો જ કિસ્સો જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનો છે.

Advertisement

જે શહેરી ગરીબ છે ! જેને સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને 6 વર્ષથી તાળુ મારીને બેઠા છે ! શહેરમાં આવાસ યોજનાના બે પાસા છે. એક ગરીબ કે સામાન્ય વિસ્તારમાં બનતા આવાસમાં લોકો જવા તૈયાર થતા નથી અને પોશ વિસ્તારમાં બનતા આવાસના લાગવકીયા અને પહોંચતા પામતા લોકો નશીબદાર બનીને મકાનો મેળવી લે છે.

મહાનગર પાલિકાના હાઉસિંગ વિભાગના અધિકારીઓ રાજકીય આકાઓ પાસે લાચાર ! આવો જ કિસ્સો સત્યમ કોલોની આવાસ યોજનાનો છે જેમાં જે તે સમયના કોર્પોરેટર અને હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો.પરંતુ ફ્લેટમાં રહેવાના બદલે તેમણે ર016થી તાળું મારીને રાખ્યું છે. પોતે પંચવટીમાં વસવાટ કરે છે. જો તેમને ફ્લેટની જરૂર ન હતી તો કેમ મેળવ્યો ? નૈતિકતાની દૃષ્ટિએ આ કેટલું યોગ્ય છે ! તેવા સવાલો ઉઠયા છે. હાલ તો જામનગરમાં મેયરના ફલેટે જોરદારની ચર્ચા જગાડી છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.