Abtak Media Google News

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નાના કાંધાસર દ્વારા તા.૬/૧૨/૨૦૧૮ના રોજ ૧૪ મીવૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જુનાગઢ કૃષિ યુનીવર્સીટીના સંશોધનનિયામકશ્રી ડો.વી. પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીડો. પી. વી. પટેલે ઉપસ્થિત તજજ્ઞો અને ખેડુતોનું સ્વાગત અને પ્રાસંગિક ઉદ્દબોઘનકરેલ હતું. ડાયરેકટરશ્રી ડો.લાખનસીંગ, ડો.પી.વી.પટેલ, અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેતવાડી ખાતા તથા બાગાયત અને પશુપાલન ખાતા અધિકારીઓની હાજરીમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ ખેડુતલક્ષી પ્રવૃત્તિઓ, તાલીમો, અગ્ર હરોળના નિદર્શનોની વિગેરેનો અહેવાલ રજુ કરેલ અને આગામી વર્ષ દરમિયાનકરવાની થતી કામગીરીની ઉંડાણ પૂર્વક ચર્ચા કરેલ અને સુચનો આપીને કામગીરીની બહાલીઆપવામાં આવી હતી.

આ બેઠકમાં સુરેન્દ્રનગરજિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી. વાદી, સુરેન્દ્રનગર ખેડુત તાલીમકેન્દ્રના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) યોગેન્દ્રસિંહ બારડ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાઈન્ટીસ્ટ અને હેડઈન્ચાર્જ  એમ. એફ. ભોરણીયા, ડો. આર. પી.  કાલમા, વિષય નિષ્ણાંત (પશુ પાલન), ડો.બી.સી. બોચલ્યા, વિષય નિષ્ણાંત (વિસ્તરણ શિક્ષણ),  ડી. એ. પટેલ વિષય નિષ્ણાંત બાગાયત) અને જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો ઉપસ્થિતરહયા હતા.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.