Abtak Media Google News

આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની વકી સૌરાષ્ટ્રના 39, કચ્છના 12, મધ્ય ગુજરાતના 10, તો દક્ષિણ ગુજરાતના સાત ડેમો છલોછલ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થઇ  શકે છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ, અમરેલીમાં એક ઈંચ તેમજ મોરબીના માળિયામાં અળધો ઈંચ વરસાદ વરસ્યો છે.

Advertisement

આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. . સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે.

રાજ્યમાં છલકાયેલા જળાશયોની વાત કરીએ તો તેની સંખ્યાની વધીને 69 પર પહોંચી છે.  સૌરાષ્ટ્રના 39, કચ્છના 12, મધ્ય ગુજરાતના 10, તો દક્ષિણ ગુજરાતના સાત અને ઉત્તર ગુજરાતનું એક જળાશય છલોછલ થયા છે. રાજ્યના 206 પૈકી 146 જળાશયો હાઈએલર્ટ પર છે તો 112 હાઈએલર્ટ પર છે, 19 એલર્ટ તો 15 જળાશયો વોર્નિંગ પર છે. તો  60 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.