Abtak Media Google News

રણજીતસાગર, લાલપરી, સાની, ઉંડ-૧-૨-૩, ઉમિયા સાગર, રૂ પારેલ, રૂ પાવટી, કંકાવટી, સસોઈ-૧, મિણસર, વેણુ, આજી-૨-૩, ન્યારી, ખોડાપીપર, વેરી, સપડા, ફૂલઝર-૨, ફોફળ, વાડીસંગ સહિતના ડેમ છલકાયા : આજી-૨ તથા ન્યારી-૨ના ૨ દરવાજા ખોલાયા : નવા નીરથી અનેક ડેમ છલકુ…છલકુ…

મેઘરાજાએ મલ્હાર રાગ આલાપતા આખુ સૌરાષ્ટ્ર પાણી-પાણી થઈ ચૂકયું છે. છેલ્લા ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ડેમો છલકાઈ ગયા છે. થોડા સમય આવો જ વરસાદ પડશે તો અમુક ડેમો એવા છે જે છલકાવાના આરે આવ્યા છે તે પણ છલકાઈ જશે. અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતા ખેડૂત પણ પ્રફુલ્લીત થઈ ગયો છે. નવા નીરના કારણે નદી, તળાવ, સરોવર છલકાઈ ચૂકયા છે. અત્યાર સુધી નર્મદા પર નિર્ભર સૌરાષ્ટ્ર માટે મેઘરાજાએ મન મુકી હેત વરસાવ્યું છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેને પગલે જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. તો માળીયા હાટીના તાલુકામાં મેઘલ નદિ ઉપર આવેલ ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-૨ ડેમના ત્રણ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવ્યા આવ્યાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા છ હજાર ક્યુસેક પાણીનો નિકાલ થયો છે. રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતા હેઠવાસમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને નીચાણવાળા ગામો જેવા કે વડાળા, ઘુંમટી, સમઢીયાળા, સહિતના અનેકને એલર્ટ કરાયા છે. અને નદિના પટમાં લોકોને અવરજવર નહીં કરવા તંત્ર દ્વારે સુચના આપવામાં આવી છે. તો ગીરગઢડા સહીત ઉપરવાસમા સારા વરસાદના પગલે રાવલડેમ છલોછલ થયો. આશરે ૯૫ ટકા ડેમ ભરાયો છે. જેથી રાવલડેમના ૬ પૈકી ૪ દરવાજા બે બે ફુટ ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલવામાં આવતા રાવલ નદીમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપલેટામાં ગધેથડ આશ્રમની બાજુમાં આવેલો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના ૨૦ પૈકી ૮ દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જિલ્લાના ત્રણ ડેમ છલકાઇ ગયા છે. ત્યારે જામનગરની જીવાદોરી સમાન રણજિત સાગર ડેમમાં પણ પાણીની મહતમઆવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે આજે ચાર ફૂટ પાણીની આવક થઈ છે, જેને લઈને ડેમ માત્ર બે ફૂટ જ અધુરો રહ્યો છે. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આવતીકાલ સુધીમાં ડેમ છલકાઈ જવાની સંભાવના સેવાઈ રહી છે. જામનગરની જીવાદોરી સમાં ઉન્ડ એક ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં ઓવરફ્લો થયો હતો. ધ્રોલ-જોડિયાના ૩૪ ગામડાઓને પીવાનું અને સિંચાઈનું પાણી ઉંડ ડેમ પૂરું પાડે છે.

બીજી તરફ જામજોધપુર તાલુકાના ફુલઝર કોબા ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ તાલુકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. આ બાજુ પોરબંદરના ફોદરા અને સોરઠી ડેમમાં પાણીની વ્યાપક આવક થઇ. બરડા પંથકના બંને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બરડા પંથકના બંને ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા જેના લીધે ખેતરોનું ભારે ધોવાણ થયું છે.

અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ નંબર ૧ ઓવરફ્લો થવાની તૈયારીમાં આવી ગયો છે. ડેમમા ૯૨ ટકા પાણીની આવક થઇ ચુકી છે. સતત ધીમીધારે વરસાદના કારણે ડેમ ભરાયો છે. ડેમમાં પાણીની વધતી આવકને લઇ તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ધારેશ્વર, જાપોદર, નવી માંડરડી, જૂની માંડરડી રાજુલા શહેર સહીતના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગામ લોકોને નદીના પટ અને કાંઠા વિસ્તાર પર અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે બાંઢડાની સુરજવડી નદી પરનોચેક ડેમ છલકાઈ ગયો છે. ચેક ડેમ ઓવરફલો થતા નવા બાઢડા, જાબાળ, સુરજવડી, શાંતિ નગર સહિત ૨૦ ગામોની પાણીની સમસ્યા હલ થશે તેમજ ખેડૂતોની પણ સિંચાઈની સમસ્યા  હલ થશે.

માણાવદરનો રસાલા ડેમ ઓવરફલો

બાંટવા-ખારાડેમના છ દરવાજા ખોલાયા

02 8

માણાવદર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર ૮ થી ૧૨ ઇંચ સુધી ભારે વરસાદ થી સમગ્ર પંથકમાં જળબંબાકાર થઇ ગયા છે એકધારા વરસાદ થી ગ્રામ્યમાં ખેતરો, વોંકળા બે કાંઠે વહી રહયા છે શહેરનો રસાલા ડેમ ઓવરફલો થયો છે તો બાંટવા ડેમમાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પાણીનો જથ્થો ઠલવાતા વહેલી સવારે ચાર વાગ્યે ખારાડેમના છ દરવાજા બે ફૂટ થી વધુ ખોલવા પડયા છે જે પાંચ કલાક થી દરવાજા ખુલા છે તેટલો જંગી જથ્થો પાણી છોડવું પડયું છે તે પાણી છોડવાથી કોડવાવ, એકલેરા સહિત પાંચ ગામોનો રસ્તો પૂર ફરી વળતા રસ્તો હજી બંધ છે અને ગામ વિખુટા પડયા છે. તેવીજ રીતે બુરી જીલાણામાં નવ ઇંચ વરસાદ પડતા તેમા રસ્તા ઉપર પાણી ફરી વળતા વિખુટા પડયા છે પાજોદ તરફ ૨૪ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર થયા છે કોડવાવમાં દશ, ગળવાવ મટીયાણા આઠ માણાવદર આઠ ઇંચ વરસાદ પડ્યો છે ઠેર ઠેર વોંકળા નદીમાં ધોડાપુર વહી રહયા છે.

બગસરામાં ત્રણ ઇંચ વરસાદથી મુંજીયાસર

ડેમ ૧૭ ફૂટની સપાટી પર પહોંચ્યો

03 7

બગસરા પંથકમાં ધીમી ધારે ૨૪ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો તથા મૂંજીયાસર ડેમ ૧૭ ફૂટની સપાટી પર પહોચ્યો છે. હાલ આ ડેમ ૨૩ ફૂટે ઓવરફ્લો થાય છે. આસપાસ ચેકડેમો છલકાઈ ગયા છે તેમજ સાતલડી નદી બે કાંઠે ચાલે છે. બગસરાનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં શાકમાર્કેટ, ગોંડલીયા ચોક, કુંકાવાવ નાકા સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. દિવસ દરમિયાન સતત વાદળ વાયુ વાતાવરણ જોવા મળ્યું છે. નાના બાળકો ન્હાવા ની મજા માણી રહ્યા છે. મુંજીયાસર ડેમમાં નવા નીરની આવક હજુ ચાલુ છે.

ધ્રોલમાં ભારે વરસાદ ઉંડ-૧ના ૧૭ દરવાજા ૧૨ ફૂટ

ખોલ્યા, નિચાણ વિસ્તાર, ગામડામાં પાણી…પાણી…

Dhrol

ધ્રોલ: મેઘરાજાની મહેર કરી ૫ થી ૭ ઈંચ વરસાદ ખાબક્યો ભારે ગરમીના બફારા બાદ મેઘરાજાએ કરી મહેર ધ્રોલ તાલુકાના તમામ ગામડાઓમાં નદીઓ હોકળા ઓ બન્યા ગાંડાતૂર જ્યા જોવ ત્યા પાણી..પાણી.. જામનગરને પીવાનું પુરુ પાડતો ઉંડ =૧ આજે ભારે વરસાદથી ડેમમાં ઘીગીઆવક થી ઓરર્ફોલો ૭ દરવાજા ૩ ફૂટ ખોલ્યા ડેમના ઉપરના વિસ્તાર સાબેલાનીઘારે વરસાદ પડતા પાણીની ભારે આવક થતા ઉંડ =૧ ડેમના પાટીયા વઘુ ખોલ્યાવા પડ્યા ઉંડ=૧ના ૧૭ દરવાજા ૧૨ ફૂટ ખોલતા નિચાણવારા ગામમો પાણી ઘુસ્યા.. નિચાણ વારા ગામના પાણી ફરી વળતા લોકો ભારે ચિંતાઓ જોવા મળી હતી. ધ્રોલના જોડીયા રોડ પર ગોઠણસમા માં પાણી ભરાયા વેપારીઓ દ્નારા પાલિકાને વરસાદી પાણી નિકાલ કરવાની રજૂઆત કરી.

હડીયાણામાં પાંચ ઇંચ વરસાદથી

કંકાવટી નદીમાં નવા નીર આવ્યા

Hadiyana

હડિયાણા ગામે તા.૪થી ૬ શનિવારથી સોમવાર બપોરના અત્યારના સમય સુધીમાં આશરે પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો અને હડિયાણા ગામની ઉત્તર દિશા તરફના બેરાજા.. બારાડી..ફ્લા ગામે ઉપર વાસ વધુ વરસાદ પડયો હોવાથી અને ખેતરોમાંની સીમમાંના પાણી હડિયાણા ગામની કકાવટી નદીમાં નવાનીર આવતા ગ્રામજનો નદીના પુલ ઊપરથી નદીમાં નવા નીર આવતા જોઈ ખેડૂતોમાં ખુશી ખુશી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.