Abtak Media Google News

માસિક સ્ત્રાવ પહેલાના થોડા દિવસોમાં સ્ત્રીઓમાં શારીરિક અને માનસિક થોડા ઘણા ફેરફાર થાય છે પણ વધુ ગંભીર ફેરફારો સ્ત્રીઓને પ્રિમેન્સ્ટુઅલ ડીસફોરિક ડિસઓર્ડર તરફ લઈ જાય છે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની રીંકલ વિંઝુડાએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે

સ્ત્રીઓના જીવનમાં ઘણા પડાવ એવા છે જેમાં તેની શારીરિક અને માનસિક ક્રિયાઓમાં ઘણા ફેરફાર સર્જાય છે. માસિક સ્ત્રાવમાં થતી ગરબડ સ્ત્રીઓમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. માસિક સ્ત્રાવ પહેલાના થોડા દિવસોમાં સ્ત્રીઓમાં શારીરિક અને માનસિક થોડા ઘણા ફેરફાર થાય છે પણ વધુ ગંભીર ફેરફારો સ્ત્રીઓને પ્રિમેન્સ્ટુઅલ ડીસફોરિક ડિસઓર્ડર (PMDD) તરફ લઈ જાય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની રીંકલ વિંઝુડાએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો.

પીએમડીડી એક ગંભીર ડિસઓર્ડર છે. જે સ્ત્રીઓના જીવન સંબંધો અને કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. પીએમડીડી ધરાવતી સ્ત્રીઓ પોતાને અથવા અન્યને નુકસાન પહોંચાડી શકે છે. જો સ્ત્રી તેના સમયગાળા સુધીના અઠવાડિયામાં સતત ગંભીર ડિપ્રેશન અને ચિંતા અથવા અન્ય પીએમડીડી લક્ષણોનો અનુભવ કરે છે તો સારા સલાહકારની મદદ લો. દવાઓ હોર્મોન અથવા સેરાટોનીનના સ્તર ને નિયંત્રિત કરી શકે છે.પીએમડીડી એવી કોઈ સમસ્યા નથી કે જેની સાથે સ્ત્રીઓને જીવવું પડે. સ્ત્રીને જરૂરી તબીબી અને માનસિક આરોગ્ય સેવાઓ ની મદદ લેવી જોઈએ.

પ્રિમેન્સ્ટુઅલ ડીસફોરિક ડિસઓર્ડર એટલે શું?

પ્રિમેન્સ્ટુઅલ ડીસફોરિક ડિસઓર્ડરએ પ્રિમેન્સ્ટુઅલ સિન્ડ્રોમ નું વધુ ગંભીર સ્વરૂપ છે. તે સ્ત્રીઓના માસિક સ્ત્રાવ પહેલા અથવા બે અઠવાડિયામાં દરેક માસિક ચક્ર માં શારીરિક અને ભાવનાત્મક લક્ષણોનું કારણ બને છે. પેટનું ફુલવું,  માથાનો દુખાવો અને સ્તન ફેરફાર નું કારણ બને છે. PMDD સાથે , સ્ત્રીઓને ભારે ચીડીયાપણું, ચિંતા અથવા હતાશા સાથે PMS ના લક્ષણો પણ દેખાઈ શકે છે. સ્ત્રીઓના માસિક સ્ત્રાવ શરૂ થયાના થોડા દિવસોમાં આ લક્ષણો શરૂ થાય છે ,પરંતુ તે સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન લાવી શકે તેવા હોઈ શકે છે.

 પીએમડીડીના લક્ષણો

  • ગુસ્સો અથવા ચીડીયાપણું
  • તિવ્ર આવેગો, લાગણી અને તણાવ
  • ચિંતા અને ગભરાટના હુમલા
  • હતાશા અને આત્મહત્યાના વિચારો
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
  • થાક અને ઓછી ઉર્જા અથવા (શક્તિ)
  • સ્ત્રીઓ કાં તો વધારે આહાર લેવાનું પસંદ કરશે કાં તો ઓછું.
  • માથાનો દુખાવો
  • અનિદ્રા
  • મૂડ સ્વિંગ
  • આત્મહત્યાના વિચારો

કેટલીક સ્ત્રીઓ માટે, PMMD ના લક્ષણો મેનોપોઝ સુધી રહે છે.

પીએમડીડીનું કારણ

સ્ત્રીઓને માસિક સ્ત્રાવ પહેલા હોર્મોન્સમાં થતા ફેરફાર આવા પ્રકારના લક્ષણોનું કારણ બનર છે. સેરોટોનીન , મગજનું રસાયણ જે મૂડ ,ભૂખ અને ઊંઘને નિયંત્રિત કરે છે. તેમાં પણ તે અસર કરી શકે છે. સેરોટોનીનનું સ્તર હોર્મોન સ્તરોની જેમ સ્ત્રીઓના માસિક ચક્ર દરમિયાન બદલાય છે. આ સાથે અયોગ્ય ભોજનશૈલી, અયોગ્ય જીવનશૈલી, વધુ પડતી ચિંતા પણ તેના કારણો છે.

પીએમડીડીનો ઈલાજ

દવાઓ વગર તેના ઉપચસરમાં સ્ત્રીઓ યોગનો અભ્યાસ કરી શકે છે.  સ્ત્રીઓના આહારના અમુક પાસાઓ બદલવાથી પણ સતત રાહત મળી શકે છે. ધ્યાન કરી શકાય અથવા મૂડ ને સુધારવા માટે અન્ય રીતોનો પણ ઉપયોગ કરી શકાય. યોગ્ય ભોજન રીતો સ્વીકારવી, પૂરતી ઊંઘ લેવી, જરૂર મુજબ કસરતો કરવી, મસાલેદાર ભોજન ટાળવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.