પાળીયાદનાં તીર્થ વિહળધામમાં અમાસી મેળામાં લાખો ભકતો દર્શન અને પ્રસાદનો લાભ લેશે

પાળિયાદની પ. પૂ.   વિસામણબાપુની જગ્યામાં વર્ષોથી અમાસનો મેળો ભરાય છે. લાખો ભક્ત જનો ઠાકર વિહળાનાથના દર્શન તેમજ પ્રસાદનો પુણ્યલાભ પ્રાપ્ત કરે છે.

અગાઉના સમયમાં મોટાભાગનો કારીગર અને મજુર વર્ગ અમાસનો અગતો પાળતો. એટલે એ દિવસે મોટાભાગે લોકોને હરિ દર્શન અને આનંદ પ્રમોદનો સમય મળતો હતો. એ દિવસોમાં પાળિયાદ તીર્થધામ ખાતે અમાસનો મેળો ભરાવાની પરંપરાનો પ્રારંભ થયો.  પરમ પૂજ્ય વિસામણબાપુની દેહાણ પરંપરાની આ જગ્યામાં 227 વર્ષથી ધર્મની ત્રણ ધજાઓ ફરફરે છે – ભોજન , ભજન અને ભક્તિ.  અહીં રોટલો અને ઓટલો બારે માસ, દિવસ ’ને રાત મળી રહે  એવી વ્યવસ્થા છે.

પૂજ્ય વિસામણબાપુએ અહીં વર્ષો પહેલાં ધી, ગોળ અને ચોખાના પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલું. તે સમયથી આરંભાએલી અવિરત સેવાગંગા આજે વેગથી વહી રહી છે. અભિયાગતો માટે અન્નક્ષેત્રના દરવાજા નીત્ય ખુલ્લા રહે છે. પ્રત્યેક અમાસે અહીં લાખ સવાલાખ શ્રદ્ધાળુ ભક્તો, અતિથિઓ અને સેવકો તેમ જ જરૂરતમંદ લોકો અહીં પ્રસાદનો લાભ લે છે. એ પરંપરામાં વર્ષોથી અહીં  પૂજ્ય ઉનડબાપુ દ્વારા ભાવિકો માટે અમાસ ભરવી અને ભગવાન   રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથનાં દર્શનના લાભનું મહાત્મ્ય વધાર્યું છે.

રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથ ની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે. લોકો પાળિયાદના ઠાકરને “રોકડીયો ઠાકર” કહે આવે છે, જે ભાવિકજનનાં મનની ઈચ્છાને  જલ્દી પૂરી કરે છે, એવી લોકમાન્યતા છે.

હાલના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી અને બાળઠાકર  પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી, જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય   ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના ઓરડાનાં દર્શન અને પરચા પૂરતા પાણીના અવેડાનું જળ લઈને અહીંની ગૌસેવા માટે બનાવેલ  બણકલ ગૌશાળા કે જ્યાં 650 થી વધુ ગાયો છે.