Abtak Media Google News

ધાટકોપર સ્થા. જૈન મોટા સંઘ, હિંગવાલા લેન સંચાલીત શ્રમણી વિઘાપીઠ ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૧૯૭૦ થી આજ સુધીમાં ૪૫૦ જેટલા અંત સતીજી વૈરાગી પાંચ વર્ષનો અભ્યાસ કરી ચૂકયા છે. હાલમાં મહાસતીજીઓ જ્ઞાનાભ્યાસ કરી રહેલ છે.

Advertisement

શ્રમણી વિઘાપીઠના જ્ઞાનદાતા યોજના નામકરણમાં કિશોરભાઇ ભીમજીભાઇ સંધવી પરિવાર તરફથી રૂા ૨૫ લાખનું અનુદાન પ્રાપ્ત થતાં માલીનીબેન, ઉમેશભાઇ, પર્લી-કેતન, વિનસ, બ્રુનેલના હસ્તે તકતી અનાવરણ વિધિ યોજાયેલ. આ પ્રસંગે કાયમી અનુમોદક દાતા શ્રેણી રૂા ૧ લાખ અને પ્રેરકદાતા શ્રેણી રૂા ૫૧ હજારમાં ભાવિકો તેમજ સંધો જોડાયા હતા. નલીનીબેન મહેન્દ્રભાઇ દોશીએ પ લાખ જાહેશ કરી સહુનો ઉમંગ વધાર્યો હતો. પૂ. ધીરજમુનિ મ.સા. એ જ્ઞાનદાનની પ્રવૃતિને વેગવાન બનાવવા સહુને અનુરોધ કરેલ. સંઘ પ્રેરિત કલકતા ચાતુર્માસ વિહાર શુભેચ્છા સમારોહમાં ભવાની પુર સંધે સકલ સંધને પધારવા  તેમજ ઘાટકોપરના સંધો, પવઇ વગેરેએ શુભેચ્છા અને મુલુંદ સંઘે ઇ.સ. ૨૦૨૩ ના ચાતુર્માસની વિનંતી કરેલ. જયારે વિલેયારલેમાં કાયમી વૈયાવચ્ચમાં સેવાભાવી સુમતિબેન રમેશભાઇ મહેતા પાલનપુર વાળા પરિવારે રૂા ૫૧ લાખનું અનુદાન અર્પણ કરતા તકતી અનાવરણ વિધિ જયોત્સાબેન મહેતા, શકુતલાબેન મહેતા વગેરેએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.