Abtak Media Google News

મોરસલ ગામે રેતી ચોરી ઉપર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી રૂ.૭.૭૦ કરોડનો મુદ્દામાલ મબ્જે કર્યો હતો: ટોળુ ધાક ધમકી આપી ૮ ડમ્ર અને બે લોડર લઇ ગયુ: ફરજમાં રૂકાવટની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી રીતે ખનીજનો અખૂટ ભંડાર આવેલો છે.ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં કુદરતી રીતે રેતી અને ખાસ કરીને થાન પંથકમાં અખૂટ પ્રમાણમાં કાર્બોસેલ મળી આવે છે. ત્યારે સરકાર દ્વારા પણ રોયલ્ટી આપીને જિલ્લામાં આવેલ કુદરતી અખૂટ ભંડારનું વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં અકુટ કુદરતી ખનીજનો ભંડાર આવેલ હોવાથી જિલ્લામાં અનેક નાના-મોટા વર્ગો રોજગારી મેળવે છે.

બીજી તરફ જિલ્લામાં ખાસ કરીને કુદરતી રીતે ખનીજ ખજાનો હોવાના કારણે ખાસ કરીને જિલ્લાના ભોગાવો નદી અને જિલ્લાની તાલુકાઓમાં આવેલ નદીઓમાંથી મોટા પ્રમાણમાં રેતી મળી આવે છે અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની રેતી સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યારે વગર રોયલ્ટી પણ ખનીજ માફિયાઓ દ્વારા તાલુકાઓમાં આવેલ નદીઓમાં મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જિલ્લાના સાયલા પંથકમાં જિલ્લામાં સૌથી વધુ રેતી ચોરી થતી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ખાણ અને ખનીજ ખાતું સુરેન્દ્રનગરની ટિમ દ્વારા  મોજે. મોરસલ તા.સાયલા ખાતે ગેરકાયદેસર રેતી ખનીજ ચોરી થતી હોય અને અગાઉની ગ્રામ પંચાયતની અરજી પણ આવેલ હોઈ જે અન્વયે મોરસલ/રાતડકી ભોગાવો નદી પટ્ટમાં તપાસ કરતા, ૮ ડમ્પર અને ૨ લોડર જોહન ડીયર કંપનીના જેના દ્વારા રેતી ગેરકાયદેશર ભરવામાં આવતી હોય જેઓને ખનીજ ટીમ દ્વારા અટકાવેલ ત્યાર તે સમયે મોરસલ/રાતડકી ગામના ઇસમો આવેલ અને ફરજ રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક ઉપરોકત બધા વાહનો ભગાવી ગયેલ જે અન્વયે તા.૦૮/૦૭/૨૦૨૦ ના રોજ ધજાલા  પોલીસ સ્ટેશન ખાતે રૂ.૭,૭૭,૬૨,૨૯૦/-ની ગેરકાયદેસર સાદી રેતી ખનીજ ખોદકામ/વહન/સંગ્રહ અન્વયે ખાણ ખનીજના નિયમો અને આઈ.પી.સી ધારા ધોરણ મુજબની ફરિયાદ દાખલ કરેલ છે.

કાળી કમાણી કરીને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, અધિકારીઓની પણ હવે બીક રહી નથી

જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા વગર રોયલ્ટી પણ રોજના અનેક ડમ્પરો અને ટ્રેકટર ભરીને ખનીજ ચોરી કરવામાં આવી રહી ત્યારે જિલ્લામાં કાળી કમાણી કરનાર ખનીજ માફિયાઓ હવે અધિકારીઓને પણ નથી ગણકારતા જે છેલ્લા કેટલાક સમયથી અને કેટલાક બનાવવામાં સતત સામે આવવા પામ્યું છે. ત્યારે ગઇકાલે પણ પકડાયેલા આઠ ડમ્પર ખનીજ માફિયાઓ અધિકારીઓ સામે થઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને લઈને નાસી છૂટવા પામ્યા છે.

રાજકીય ઓથ હેઠળ ખનીજ ચોરી ચાલતી હોવાની ચર્ચા

જિલ્લામાં રોયલ્ટી  અને પરવાના વગર પણ ખનીજ ચોરી ઓ બેફામ થઇ રહી છે ત્યારે અધિકારીઓ જ્યારે રેડ પાડવા જાય ત્યારે તેમને રાજકીય દબાણ કરવામાં આવતી હોવાની ચર્ચા જિલ્લામાં વહેતી થઇ છે. ત્યારે રાજકીય ઓથ હેઠળ જિલ્લામાં રોજની કરોડો રૂપિયાની ખનિજચોરી થતી હોવાની ચર્ચા એ પણ જિલ્લામાં એક પ્રકારે વેગ પકડ્યો છે ખાસ કરી સાયલા પંથકમાં અનેક તાલુકાઓમાં રાજકીય ઓથ હેઠળ ખનીજ ચોરી કરીને કરોડોની કાળી કમાણી કરવામાં આવતી હોવાની ચર્ચા લોકોમાં જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.