Abtak Media Google News

કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫ ઓગસ્ટ દરમિયાન ભાવનગર અને પાલીતાણાના પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભાવનગર ખાતે ‘જન્માષ્ટમી લોકમેળા’ના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતિ રહેશે તથા પાલીતાણા ખાતે ‘જન્માષ્ટમી શોભાયાત્રા’નું પ્રસ્થાન કરાવશે અને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

તા.૨૩ રાત્રે ૯ઃ૦૦ કલાકે ગુજરાત રાજય યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સંગીત નાટ્ય અકાદમી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા પ્રેરિત, ‘જન્માષ્ટમી લોકમેળો’ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.

તા.૨૪ સવારે ૮ઃ૩૦ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત ૨૧મી ‘જન્માષ્ટમી’ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે, બપોરે ૧ઃ૦૦ વાગ્યે સાંસદ આદર્શ ગામ સોનપરી નં.૧ ખાતે સી.સી.રોડ અને અન્ડરગ્રાઉન્ડ ગટરના કામનું લોકાર્પણ કરશે. બપોરે ૩ઃ૦૦ વાગ્યે લાપાળીયા ગામે ‘શ્રીમદ્દ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ માં ઉપસ્થિત રહેશે, બપોરે ૪ઃ૦૦ વાગ્યે વડાળ અને પાંડેરિયા ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ, સાંજે ૫ઃ૦૦ વાગ્યે ‘ઠાકર દુવારો’ વાણીયાવીડી પ્રાકૃતિક ધામ ખાતે દર્શનાર્થે જશે.

તા.૨૫ સવારે ૯ઃ૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટસનો “સત્ર આરંભ” અંકુર વિદ્યાલય પાલીતાણા કરાવશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે, સવારે ૧૦ઃ૦૦ વાગ્યે પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં પી.એન.આર. સોસાયટી, અંધશાળા જવાના રસ્તે, શ્રધ્ધા સ્ટીલ પાસે આર.સી.સી. રોડનું ખાતમુહુર્ત કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.