Abtak Media Google News

જા કો રાખે સાંઈયા માર શકે નહીં કોઈ…

અલગ અલગ કોચમાં રહેલા શિખરજીના 110 યાત્રાળુઓને ખરોચ પણ ન આવી!!

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તેની ઝપેટમાં આવી 275 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કેટલાક એવા પણ છે કે જેમને નવું જીવન મળ્યું છે. આ ઘટનામાં જૈનોના પવિત્ર યાત્રાધામ સમેદ શિખરજીની યાત્રાએ જતાં યાત્રાળુઓનો ચમત્કારીક બચાવ થયો છે. તેમાં 24 વર્ષનો બિશ્વજીત મલિક પણ સામેલ છે, જે મડદાઘરમાં ગયા પછી પણ પિતાની જીદના કારણે જીવતો બચી ગયો. તેના પરથી ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત ફરીથી સાચી સાબિત થઈ છે.

Advertisement

સમેદ શિખરની યાત્રાએ જતાં 38 વર્ષીય સંતોષ જૈનએ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, તેઓ લુલી 110 લોકો સમેદ શિખરજીની યાત્રાએ જઈ રહ્યા હતા. અગાઉ તેમના કોચની આગળ જ એન્જીન હતું પણ વિશાખાપટ્ટનમ ખાતેથી એન્જીનને પાછળની બાજુ એટેચ કરવામાં આવ્યું હતું. જે બાદ આ ઘટના બની હતી.

સંતોષ જૈન સહીતના અન્ય યાત્રીઓ ટ્રેનની કોચ એસ-5, એસ-3 અને એસ-7 કોચમાં હતા પણ એકપણ યાત્રાળુઓને કોઈ પણ ઇજા થઇ ન હતી.

મરી ગયો હોવાનું સમજી મડદાઘરમાં રાખી દીધો, પિતાએ દીકરાનો હાથ હલતો જોયો તો બચ્યો જીવ

હાવડાના એક દુકાનદાર હેલારામ પોતાના પુત્ર બિશ્વજીતને થોડા સમય પહેલા જ શાલીમાર સ્ટેશન પર છોડીને આવ્યા હતા. બિશ્વજીતને છોડીને આવ્યાના થોડા કલાકો પછી જ તેમને ટ્રેન અકસ્માતની જાણ થઈ. અકસ્માતની જાણ થતા જ તેમણે બિશ્વજીતને ફોન કર્યો. બિશ્વજીતે ફોન તો ઉઠાવ્યો, પરંતુ વધારે ઈજાઓ થઈ હોવાથી તે વધુ કંઈ જણાવી શક્યો નહીં. હેલારામને અંદાજ આવી ગયો કે, તેમનો દીકરો ગંભીર રીતે ઘાયલ છે. તેમણે તરત સ્થાનિક એમ્બ્યુલન્સ ચાલક પલાશ પંડિતને ફોન કર્યો. તે પછી તેમણે પોતાના બનેલી દીપક દાસને સાથે આવવા માટે કહ્યું અને એ જ રાત્રે એમ્બ્યુલન્સમાં બાલાસોર આવવા નીકળી ગયા. તેમણે એ રાત્રે 230 કિમી કરતા વધુની મુસાફરી કરી, પરંતુ તેમને કોઈ પણ હોસ્પિટલમાં બિશ્વજીત ન મળ્યો.

દાસે જણાવ્યું કે, ‘અમે તો પણ હાર ન માની. અમને આશા હતી કે, અમારો દીકરો જીતવો છે અને અમે તેને શોધતા રહ્યા. એક વ્યક્તિએ અમને કહ્યું કે, જો અમને હોસ્પિટલમાં કોઈ ન મળે, તો અમારે બહાનાગા હાઈસ્કૂલમાં જવું જોઈએ, જ્યાં લાશો રાખી હતી.’ તેમણે જણાવ્યું કે, ‘પહેલા અમને લાશોને જોવાની મંજૂરી નહોંતી અપાઈ. થોડી વાર પછી, જ્યારે કોઈએ જોયું કે કોઈ પીડિતોનો જમણો હાથ કાંપી રહ્યો છે. અમે જોયું કે, એ હાથ બિશ્વજીતનો હતો, જે ગંભીર રીતે ઘાયલ હતો. અમે તેને તરત એમ્બ્યુલન્સમાં બાલાસોર હોસ્પિટલ લઈ ગયા, જ્યાં કેટલાક ઈન્જેક્શન આપવામાં આવ્યા. તેની હાલતને જોતા તેને કટક મેડિકલ હોસ્પિટલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરી દેવાયો, પરંતુ અમે બોન્ડ પર સહી કરી અને તેને રજા આપી દીધી.’

ભોજન માટે સીટ છોડીને યુવાન માતા પિતા પાસે પહોંચ્યો અને દુર્ઘટના બની

જોર્જ જેકોબ દાસ નામનો એક 16 વર્ષીય યુવાન પણ આ ટ્રેનમાં તેના પરીવાર સાથે હાજર હતો. યુવાનની સીટ અલગ કોચમાં હતી. યુવાન તેની સીટ છોડી ભોજન માટે માતા-પિતા પાસે ગયો હતો અને ત્યારબાદ પરિવારે પુત્રની સીટ બદલાવવા માટે ટિકિટ કલેકટરને વિનંતી કરવાનું નક્કી કર્યું હતું. પણ આ દરમિયાન જ ઘટના બની હતી. જો કે, આ પરીવારને કોઈ જ ઇજા પહોંચી ન હતી. ત્યારબાદ પરિવારે પુત્રની સીટ જે કોચમાં હતી ત્યાંની દુર્દશા જોઈને ઈશ્વરનો આભાર માન્યો હતો કેમ કે, કોચ આખી પલટી મારી ગઈ હતી અને ભયાનક સ્થિતિમાં હતી.

વિન્ડો સીટ માટે કોચ બદલતા પિતા-પુત્રીનો જીવ બચી ગયો!!

એમકે દેબ અને તેમની 8 વર્ષ પુત્રી સ્વાતિએ ઘટનાના થોડી મિનિટો પૂર્વે કોચ બદલ્યો હતો અને તેના લીધે જીવ બચી ગયો હતો. દેબ અને સ્વાતિએ ખરગપૂર સ્ટેશનથી મુસાફરી શરૂ કરી હતી અને ત્યારબાદ પુત્રીને વિન્ડો સીટ જોઈતી હતી. જેથી તેમણે ત્રણ કોચ બાદ બે લોકો સાથે વાત કરી હતી જેમની પાસે વિન્ડો સીટ હતી. એ બંને લોકો સીટ બદલાવ રાજી થયાં અને તેમણે અરસ પરસ પોતાની સીટ બદલાવી નાખી. જે બાદ દુર્ઘટના થતાં પિતા-પુત્રી જે કોચમાં સવાર હતા તે કોચને કોઈ જ નુકસાની પહોંચી ન હતી પણ અગાઉ તેમની જે કોચમાં સીટ હતી તે કોચની સ્થિતિ ભયાનક હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.