Abtak Media Google News

નિરંતર વિકાસ વગર વિશ્ર્વ શાંતિ શકય નથી તેમ વિશ્ર્વશાીંત સંસ્થા દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં ભારના એમ્બેસેડર ડો.સુધર જોશીએ જણાવ્યું હતું.

વડોદરા જિલ્લા આર્યુવેદ અધિકારી ડો. સુધીર જોશી 2019 થી ૠઙઅઊઈં ( ૠહજ્ઞબફહ ઙયફભય અમદજ્ઞભફભુ ઊળાજ્ઞૂયળિયક્ષિં ઈંક્ષશશિંફશિંદય ) સંસ્થામાં ભારતના એમ્બેસેડર તથા પેટ્રન સભ્ય તરીકે જોડાયેલ છે . આ સંસ્થા સમગ્ર વિશ્વમાં શાંતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રોજેકટો કરી રહી છે. તાજેતરમાં  સંસ્થા દ્વારા બે  દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (વેબિનાર) નું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો . સુધીર જોશીને  વકતા તરીકે નિમંત્રણ મળ્યું હતું.

આ કોન્ફરન્સની  મુખ્ય થીમ નિરંતર વિકાસ માટે વિશ્વ શાંતિના પ્રયાસો ગતિશીલ કરવા  અંગે હતી.આ કોન્ફરન્સમાં  હીઝ રોયલ હાઈનેસ ડો . શેહુ ચીંડો વાસુસા, ધ ઇમીર ઓફ કેફી, હર ઇપેરીયલ મેજેસ્ટ્રી , એપ્રેસ ઇલ્હાન મદાની , કેનેડા, ડો . સુધીર જોશી, ડો . મેરી બટલર  એક્ઝિક્યુટિવ ડાયરેકટર, મિનિસ્ટર જેરૂસીયા મેકડોનાલ્ડ હીલ્ટોન , ફાઉન્ડર ગ્લોબલ યુનાઈટેડ વોઇસીઝ નેટવર્ક, ઞજઅ, હીઝ ઇપેરીયલ મેજેસ્ટ્રી,ઓલા એડીચેથી એનીટાન ઓગળ્યુસી, ધ ઉની ઓફ ઇફે, હીઝ રોયલ હાઈનેસ ડો.અબ્દુલાહી હસન, ધ ઇમીર ઓફ ઉકે, હર રોયલ મેજેસ્ટ્રી , પ્રિન્સેસ મોયીનોલવા ફલોવા,ધ રીજન્ટ ઓફ ઇબ્યુલ- સોરો વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કોન્ફરન્સમાં ડો. સુધીર જોશીએ પોતાના વક્તવ્યમાં  જણાવ્યું કે ગ્લોબલ પીસ એટલે કે વિશ્વશાંતિ એ મુદો યુનાઈટેડ નેશન દ્વારા આપવામાં આવ્યો છે. જે નિરંતર વિકાસના 17 ગોલ પૈકી 16 માં ગોલ સાથે સંબંધિત છે. એસડીજી- 16 મુજબ શાંતિપ્રિય અને સમાવિષ્ટ સમુદાયના વિકાસને પ્રોત્સાહિત કરવા તેમજ તમામ વ્યક્તિને ન્યાય મળી શકે તેમજ અસરકારક – પારદર્શક અને સમાવિષ્ટ તંત્ર બનાવવું જેથી દરેક લોકોના હિતની રક્ષા થાય . વિશ્વ શાંતિ વગર નિરંતર વિકાસ શક્ય નથી અને નિરંતર વિકાસ વગર વિશ્વ શાંતિ નથી.

ડો . સુધીર જોશી દ્વારા સમુદાયને ત્રણ ભાગમાં વિભકત કરી ત્રણ યુક્તિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સમુદાયના રક્ષણ માટે સમુચિત વ્યવસ્થા જેથી સર્વાગીણ વિકાસ થાય, રીન્યુ – સરકારી તથા ખાનગી તંત્રોનો સંપૂર્ણ વિકાસ કે જેથી દરેક વ્યક્તિ તેનો લાભ લઈ સમૃદ્ધ બને અને નિરંતર વિકાસ કરી શકે અને ઇન્વોલ્વ – લોકોને જ્ઞાન , આવડત સંસાધન દ્વારા શક્તિશાળી બનાવવા જેથી તે પોતાની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી સુરક્ષિત ભવિષ્ય કરી શકે.

આ માટે આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવી, મહિલાઓ અને બાળકોની વિશેષ સુરક્ષા, સુરક્ષિત અને શાંત શહેરો બનાવવા,નબળા વર્ગોનું ઉત્થાન કરવું, ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવી પારદર્શિતા લાવવી, મુદ્દત અને ન્યાયી સરકારી તંત્રનો વિકાસ,જન્મ – લગ્ન – મરણ નોંધણી ફરજીયાત કરાવવી, જાતિમાં સમાનતા રાખવી તેમજ ગુનાહિત પ્રવૃતિઓથી દરેક રીતે સમાજની રક્ષા કરી સ્વસ્થ અને સ્વચ્છ સમાજનું નિર્માણ કરવું.

ડો . સુધીર જોશીએ આપેલ  વકતવ્ય અને  સૂચનોની આંતરરાષ્ટ્રીય કમીટીએ સરાહના કરી છે.ડો. સુધીર જોશીએ આ કોન્ફરન્સમાં વિશ્વ શાંતિના સુંદર સૂચનો તથા માર્ગદર્શન આપીને જિલ્લા પંચાયત વડોદરા , આયુષ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. ડો . સુધીર જોશી  વિવિધ ક્ષેત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.