Abtak Media Google News
મિડલ ઓર્ડર બેટ્સમેન ટીમને સ્થિરતા આપવામાં નિષ્ફળ નીવડ્યા

મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચ ભારતે જીતી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ ભારતે ગુમાવી દીધી છે. સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમ લક્ષ્યનો પિછો કરતા 248 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ પણ સમાપ્ત થયો છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની 4 ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ ભારતે 2-1 થી જીતી હતી. બુધવારે ચેન્નાઈમાં વનડે સિરીઝ અને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસની અંતિમ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય બોલિંગ આક્રમણ સામે 49 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 269 રન નોંધાવીને ઓલઆઉટ થઈ હતી. આમ ભારત સામે 270 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. ભારત તરફથી કોહલીએ અડધી સદી નોંધાવી હતી. ભારતે અંતિમ વનડે મેચ 21 રનથી ગુમાવી હતી. આ સાથે જ સિરીઝ પણ 2-1 થી ગુમાવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતના બેટ્સમેનોએ અને ખેલાડીઓએ ખૂબ નબળું પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે જેના ઉપર ટીમ મેનેજમેન્ટ એ ગંભીરતાથી વિચાર કરવો ખૂબ જરૂરી છે.

એડમ ઝંપાએ 4 વિકેટ ઝડપીને ભારત સામે મુશ્કેલીઓ સર્જી દીધી હતી. ભારતીય ટીમે નિર્ણાયક મેચમાં જ પાણીમાં બેસી ગઈ હતી. ભારતીય બેટરોએ ફરી એકવાર ફ્લોપ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી અને એક સમયે જીત માટે મજબૂત સ્થિતીમાં પહોંચીને મેચ હાથમાંથી સરકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ઓલ આઉટ થવા છતાં શરુઆત અને અંતમાં રન નિકાળતા ભારત સામે પડકારજનક સ્કોર ખડક્યો હતો. આ પહેલા વનડે સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી અને જેમાં ભારતે જીત મેળવી હતી. જ્યારે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવતા સિરીઝ 1-1 થી બરાબર થઈ હતી.

 વિસ્ફોટક અને 360 ડીગ્રી બેટ્સમેન સૂર્યા ત્રણ મેચમાં સુન્ય પર આઉટ 
ભારતીય ટીમનો આધાર સ્તંભ અને વિસ્ફોટક બેટસમેન ગણાતા સૂર્ય કુમાર યાદવ ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે કે જેને ચેલા ત્રણ મેચમાં શૂન્ય પર આઉટ થયો છે. નવેમ્બર માસમાં યોજાનારા વન-ડે વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે સૂર્યકૂમાર યાદવનું પર્ફોમન્સ પરત લાવવું ખૂબ જરૂરી છે કારણ કે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ભારતીય ટીમ માટે સૂર્યકૂમાર યાદવ સૌથી મોટો આધાર છે અને ત્યારે હાલ તેના બેટથી જે રન થવા જોઈએ તે થઈ શકતા નથી. મીચલ સ્ટાર્ચ ની ઓવરમાં જ સૂર્યકૂમારી યાદવ આઉટ થઈ રહ્યો છે ત્યારે ત્રણ મેચમાં શૂન્ય રન પર આઉટ થવાની યાદીમાં સચિન તેંડુલકર, અનિલ કુંબ્લે, જાહિર ખાન, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાનું નામ સામે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.