Abtak Media Google News

ખનીજચોરી પકડવાની જવાબદારી છતાં મોરબી મામલતદાર-પોલીસ અને એસઓજી સદંતર પણે નિષ્ક્રિય

મોરબી જિલ્લામાં ખાણીજચોરીનું ઊંચું પ્રમાણ હોવા છતાં સરકાર દ્વારા પૂરું મહેકમ ફાળવવામાં આવતું નથી અને પોલીસ મામલતદારની જવાબદારી હોવા છતાં ખાણીજચોરી પકડવામાં રસ દાખવતા નથી,આવા વિપરીત સંજોગોમાં પણ મોરબી ખાણ-ખનીજ વિભાગે આભૂતપૂર્વ કામગીરી કરી ચાલુ નાણાકીય વર્ષમાં એકલા હાથે ૧૧૨ કેસ કરી ૭૩.૪૮ લાખની વસુલાત કરી છે.

Advertisement

ખાણ-ખનીજ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં હળવદ,માળીયા,ટંકારા અને વાંકાનેર સહિતના તાલુકાઓમાં બેફામપણે ખાણીજચોરી થઈ રહી છે પરંતુ ખાણખનીજ વિભાગ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખનીજચોરી પકડવામાં મુશ્કેલી પડી રહી છે આમ છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં ખાણ-ખનિજ વિભાગે એકલા હાથે ૧૧૨ થી વધુ કિસ્સામાં ૭૩.૪૮ લાખની ખાણીજચોરી પકડી વસુલાત કરી છે.ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માં ખાણખનિજ વિભાગે કુલ ૨૦૫ કિસ્સામાં ૯૮.૮૫ કરોડની વસુલાત કરી હતી અને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં વિભાગે ખનીજ ચોરીના ૨૨૯ કિસ્સામાં ૮૫.૯૫ કરોડ રૂપિયા વસુલ કરી સરકારની તિજોરીમાં જમા કરાવાય હતા અને ચાલુ વર્ષે તો માત્ર ચાર માસમાં જ અગાઉના વર્ષોની તુલનાએ જોરદાર કામગીરી ઓછા સ્ટાફથી કરવામાં આવી છે.

બીજી તરફ કુદરતી સંપત્તિને લૂંટી રાજ્યની તિજોરીને નુકશાન પહોંચાડી રહેલા ખનીજ ચોરોને ઝડપી લેવાની વિશેષ જવાબદારી જેમને સોંપાઈ છે તેવા ડે.કલેકટર,મામલતદાર, એલસીબી,એસઓજી,કે સ્થાનિક પોલીસ દ્વારા ખાણીજચોરી પકડવામાં જરા સરખોપણ રસ દાખવવામાં આવતો નથી પરિણામે ખનિજચોરોને મોકળુ મેદાન મળ્યું છે.

વધુમાં મોરબી જિલ્લામાં ખનીજ સંપત્તિનો બહુ મોટો ખજાનો છે અને એટલા માટેજ દર વર્ષે સરકારને કરોડો રૂપિયા લિઝની આવક રૂપે મળી રહ્યા છે જે જોઈએ તો નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૧૬૭.૬૯ લાખ રૂપિયા,૨૦૧૫-૧૬માં ૧૦૧૦.૧૫ લાખ રૂપિયા અને  ૨૦૧૬-૧૭માં ૧૫૫૩.૮ લાખની આવક લીઝ રૂપે થઈ હતી જે ચાલુ વર્ષના ત્રણ માસમાં ૫૭૭.૭ લાખ થઈ હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

આ સંજોગોમાં જો ખાણ-ખનીજ વિભાગની સાથે સાથે બીજા વિભાગો પણ જવાબદારી પૂર્વક કામગીરી કરે તો સરકારની તિજોરીમાં ગાબડાં પડતા શખ્સો ઝેર થાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.