Abtak Media Google News

બંગાળમાં પહેલા સામ્યવાદીઓ અને પછી મમતાએ ઉઘોગો બંધ કરતા યુવાનોને રોજગારી મળતી નથી. રાજયમાં ભાજપની સરકાર જ રોજગારી આપી શકશે તેમ પુરૂલીયામાં જાહેરસભા સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.

રાજયમાં વિધાનસભાની પ્રથમ તબકકાનો ચૂંંટણી પ્રચાર સાંજે બંધ થાય એ પહેલા પુરૂલીયામાં જાહેરસભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશમાં ડેન્ગ્યુ અને મેલેરીયા ખતમ થઇ ગયા છે પણ દીદીજી તેમની સાથે મિત્રતા છે એટલે મેલેરીયા ડેન્ગ્યુને હટાવવા હશે તો દીદીને પણ હટાવવા પડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે મમતા દીદીના રાજયમાં પુરૂલીયામાં પીવાનું પાણી પણ મળતું નથી ને અહીંના યુવાનોને ફલોરાઇડવાળુ પાણી પીવું પડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર આવશે તો પુરૂલીયામાં ઘર ઘરે નળથી પાણી પહોચાડવાની યોજના સાકાર કરીશું અમે અમારા સંકલ્પપત્રમાં આનો વાયદો કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે દીદીનું એક માત્ર લક્ષ્ય છે. કોઇપણ સંજોગોના ભત્રીજાને બંગાળના મુખ્યમંત્રી બનાવવા.

મોદી સ્ક્રીમ લાવ્યા, મમતા સ્કેમ: શાહ

જાહેરસભા રેલીને સંબોધતા અમિત શાહે વધુમાં જણાવ્યું કે મોદી દેશમાં 11પ સ્કીમ (યોજના) લાવ્યા જયારે દીદીએ બંગાળમાં 11પ સ્કેમ (કૌભાંડ) લાવ્યા છે અમે લોકોના ઘરે વીજળી  પહોચાડી, શૌચાલય બનાવ્યા અને પાણી પહોચાડયું પણ દીદીએ સ્વસ્થ્યનો પાંચ લાખ રૂપિયાનો લાભ લોકોને લેવા દીધો નથી.તૃણામુલ સરકાર પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું કે જો ટીએમસીના ‘કટમની’ને હટાવવા હશે તો બંગાળમાં ભાજપની સરકાર બનાવવી પડશે. ભાજપની સરકાર આવશે તો અહીં વિઘાર્થીઓને શાળાની ફી નહી આપવી પડશે અમારી સરકાર વિઘાર્થીઓને મફતમાં શિક્ષણ આપશે.

શરણાર્થીઓને નાગરીકતા અપાશે

જાહેરસભામાં સીઓએનો ઉલ્લેખ કરી અમિત શાહે જણાવ્યું કે અમારી સરકાર બનશે તો શરણાર્થીઓને નાગરીકતા આપવામાં આવશે. અમારી સરકાર બનશે તો બંગાળમાં કોઇ ધુસણખોરને આવવા નહી દેવાય ચુંટણીના દિવસે પણ કોઇ ટીએમસીનો ગુંડો હેરાન નહીં કરે.

મતદાનના પ્રચાર પડઘમ શાંત થયા

તમને એ જણાવીએ કે બંગાળમાં વિધાનસભાનું નવ તબકકામાં મતદાન થવાનું છે. તેમાં પ્રથમ તબકકાનું મતદાન ર7 માર્ચે થવાનું છે. અહીં 30 બેઠકો પર મતદાન થશે. મતદાન અગાઉ ગુરૂવારે (આજે) સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.