Abtak Media Google News

અષાઢ સુદ અગિયારસ એટલે કે આજથી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. વહેલી સવારથી સાજ શણગાર સજી બાળાઓ મંદિરોમાં ગોરમાંનું પુજન કરવા માટે પહોંચી ગઈ હતી. સતત પાંચ દિવસ સુધી મીઠા વગરનો મોળો ખોરાક ખાઈ બાળાઓ મોળાકત વ્રત કરશે. અષાઢ સુદ પુનમના દિવસે વ્રતનું સમાપન કરાશે અને રાત્રીના ૧૨ વાગ્યા સુધી બાળાઓ જાગરણ પણ કરશે. ચોમાસાની સીઝનમાં બાળાઓ બિમારીનો વધુ શિકાર બનતી હોય છે આવામાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વર્ષોથી મોળાકતના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં અલગ-અલગ મંદિરોમાં આજે બાળાઓએ જવારા અને ગોરમાંનું પુજન કર્યું હતું તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.