Abtak Media Google News

મોરબી સમાચાર

મોરબીમાં વર્ષ 2019 ના પોકસો કેસના આરોપીને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે. માહિતી મુજબ, નરાધમએ સાત વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તમામ દલીલ, પુરાવા, સાક્ષીઓના આધારે આરોપીને દોષી ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

મોરબીમાં આજે કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. મોરબી  વર્ષ 2019 ના પોકસો કેસના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી મોહરસિંહ ઉર્ફે મામુ જમનાપ્રસાદને આ આકરી સજા ફટકારવામાં આવી છે. નરાધમ આરોપી મોહરસિંહે એક 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તમામ દલીલ, પુરાવા, સાક્ષીઓના આધારે આરોપી મોહરસિંહને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો.

માહિતી મુજબ, સુનાવણી દરમિયાન કોર્ટમાં 16 મૌખિક પુરાવા અને 27 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. મોરબી કોર્ટે આ તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમનાપ્રસાદ આદિવાસી નામના આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

ઋષિ મહેતા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.