Abtak Media Google News

મંત્રી બિજેશ મેરજાના સતત પ્રયત્નોથી મેડિકલ કોલેજ કાર્યરત

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી મેડિકલ કોલેજ સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મેડીકલ કોલેજ આ વર્ષે 100 સીટ સાથે ચાલુ કરી શકાય તે માટે જિલ્લા વહીવટતંત્ર દ્વારા કરેલી કામગીરીની સરાહના કરી હતી. વધુમાં મેડીકલ કોલેજ સંદર્ભે ઇન્ફાસ્ટ્રક્ચર, વ્યવસ્થાઓ, હોસ્ટેલ, પ્રોફેસરના રહેણાંક વગેરે બાબતોની સમીક્ષા કરી હતી. ઉપરાંત મેડિકલ કોલેજનો સંપૂર્ણ પ્લાન પણ આ તકે મંત્રી એ નિહાળ્યો હતો.

આરોગ્ય રોગી કલ્યાણ સમિતિ બાબતે મંત્રી એ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી, ડિલિવરી વગેરે હેઠળ ગત માસે તેમજ એવરેજ દર્દીઓની વિગતો અંગે પણ મંત્રી એ ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર  જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી  ડી.એ.ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરા, મોરબી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન  ડો.પી.કે. દુધરેજીયા, મોરબી મેડિકલ કોલેજના ઈનચાર્જ ડીન  નિરજકુમાર વિશ્વાસ, આઈ.એમ.એ.ના પ્રતિનિધિ પી.જે.ભાડજા, પી.આઇ.યુ.ના પ્રતિનિધિ  સંજીવ નાથાણી સહિત સંબધિત વિભાગના અધિકારી /કર્મચારી  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.