Abtak Media Google News

બાળલગ્નની વિધાયક અસરો અને બાળ અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક સમાજ સુરક્ષા ખાતા હસ્તક જિલ્લા કક્ષાની કચેરી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી તેમજ જિલ્લા બાળસુરક્ષા એક્મ મોરબી દ્વારા સંયુકત ઉપક્રમે તાજેતરમાં બાળલગ્ન ધારો  ૨૦૦૬ અને બાળ અધિકારો અંગેના બે સેશન માં મોરબી જિલ્લા કક્ષાનો વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.Img 20190223 Wa0027

આ વર્કશોપના સવારના સેશન માં જ્ઞાતિ આગેવાનો તેમજ વિવિધ સમાજો, વાડી, જ્ઞાતિના હોલના આગેવાનો સાથે બાળલગ્નની વિધાયક અસરો તેમજ બાળલગ્નની ઉદભવતા ગંભીર પ્રશ્નો તેમજ બાળલગ્ન ધારા અને હાલની પરિસ્થિતી અંગે વિચાર વિમર્શ કરાયો હતો. જ્યારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા.વિપુલભાઈ શેરશીયાએ આ કાર્યક્રમની રૂપરેખા આપીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.તેમજ આ કાર્યક્રમમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એ.એફ.પીપલીયાએ બાળલગ્ન અંગે ઉદબોધન કર્યું હતું.

જયારે બાળલગ્ન ધારા  ૨૦૦૬ તેમજ તેની વિસ્તૃત માહિતી પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. આ સેશનમાં ૫૦ થી વધુ જ્ઞાતિના, સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.તે ઉપરાંત બપોર પછીના સેશનમાં ગ્રાફિક્સ, કેટરિંગ સર્વિસીસ, ગોર મારાજ, મોલાવી, તેમજ વિડીયો શૂટિંગ, વગેરે ને બાળ લગ્ન ધારો ૨૦૦૬ અને તેની વિઘાતક અસરો અને ગંભીર પાસા વિશે માહિતગાર કરાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા, જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીના વિપુલભાઇ શેરશિયા, રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ, ઈશાબેન સોલંકી, વિશાલ ભાઈ રાઠોડ, ખ્યાતિબેન પટેલ, જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.