Abtak Media Google News

મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર ટ્રક ક્ધટેનરના ચાલકે પોતાના કબ્જા હેઠળનું ટ્રક ક્ધટેનર રોડની વચ્ચે રાખ્યું હોય તે દરમિયાન માળીયા(મી)તાલુકાના નવાગામ થી મોરબી લગ્નની ખરીદી કરવા આવતા યુવાનનું બાઈક ટ્રક ક્ધટેનરના પાછળના ભાગમાં અથડાતા યુવાનને કપાળના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોટ નીપજ્યું હતું.

ટ્રકે બાઈકને ઠોકરે લેતા ચાલકના મોતથી પરિવારમાં અરેરાટી

મળતી માહિતી અનુસાર માળીયા(મી)તાલુકાના નવાગામ રહેતા અલીમાહમદ રસુલભાઈ જેડાએ ટ્રક ક્ધટેનર રજી.જીજે-12-બીએક્સ-0073ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.16 નવેમ્બરના રોજ ફરિયાદી અલીમાહમદના ભત્રીજા સાહિલભાઈ રહેમાનભાઈ જેડા ઉવ.20 પોતાના બજાજ કંપનીના પલ્સર રજી.જીજે-01-એમયુ-9083 લઇ નવાગામથી મોરબી લગ્નની ખરીદી કરવા જઈ રહ્યા હોય ત્યારે મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કૃષ્ણ આઈ માતા હોટલથી આગળ રોડ વચ્ચે પડેલ ટ્રક ક્ધટેનરની પાછળના ભાગમાં અથડાતા વાહ અકસ્માત થતા યુવાનને કપાળના ભાગે તથા હાથ અને પગમાં ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યાની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ટ્રક ક્ધટેરન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.