Abtak Media Google News

મોરબીમાં રવિવારે સાંજે ગુમ થયેલ બાળકની હત્યા કરી બાદમાં મૃતદેહને સળગાવી દેનાર બાળકના માસા અને તેના ભાઈને પોલીસે ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે          મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીક રહેતા અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ (ઉ.વ.૧૧) મોરબીના વજેપરમાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતો હોય જે રવિવારે ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં શકમંદ તરીકે હાર્દિક ઘનશ્યામ ચાવડાનું નામ ફરિયાદમાં જણાવ્યું હોય અને સંબંધમાં બાળકના માસા થતા હાર્દિક ચાવડાની એ ડીવીઝન પોલીસે આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને સજ્જનપર ઘુનડા રોડ પર તેને બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત આપી હતી જેને પગલે સ્થળ પરથી સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવતા રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયા હતા તેમજ પોલીસે આરોપી માસા હાર્દિક ચાવડા અને તેના ભાઈ વિજય ચાવડા એમ બંને આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે બાળકના અપહરણમાં વપરાયેલું બાઈક પોલીસે કબજે લીધું છે અને રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.