Abtak Media Google News

બેઠકમાં બિનખેતીની ફાઇલો તથા રોડ કામ સહિતના ૧૧ ઠરાવ મંજૂર કરાયા

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં બિનખેતીની ફાઇલો તથા રોડ કામ સહિતના ૧૧ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. કારોબારીમાં જિલ્લાની ૧૩૫ એકર જમીનને બિનખેતી કરવામાં આવી હતી.

Advertisement

મોરબી જિલ્લા પંચાયતમાં આજે કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિનખેતીની ફાઇલો રજૂ થઈ હતી કારોબારીમાં બિનખેતીની ૪૪ ફાઈલો મંજુર કરીને ૧૩૫ એકર જમીન બિનખેતી કરવામાં આવી હતી ઉપરાંત હળવદ તાલુકાનો રોડ,વાંકાનેર તાલુકાનો રોડ, રાતી દેવડી- વાંકિયા- પંચાસિયા રોડ તેમજ પ્રમુખ સ્થાનેથી હળવદ પંથકના એક રોડની મુદતના કામમાં વધારો કરી ચાર રોડનાં કામોને મંજૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.