Abtak Media Google News

કચ્છના રાપર ગામના બાળકની અન્નનળીમાં રૂપિયા પાંચનો સિક્કો ફસાઈ જતા મોરબીના તબીબોએ આ બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કરી જિંદગી બચાવી હતી.

Img 20180423 Wa0019પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે મૂળ કચ્છ રાપરના વતની એવા સૂર્ય દીપ સિંહ ઈન્દ્રજીતસિંહ( ઉ.વ. ૮ ) નામનુ બાળક રમતા રમતા ૫ રૂ. નો સિક્કો ગળી ગયુ હતુ જે અન્નનળીમા ફસાઈ જતા બાળકનો જીવ જોખમમા મુકાયો હતો. એવા સમયે તે બાળકને મોરબીની પ્રખ્યાત કાન નાક ગળ ની ઓમ હોસ્પીટલમા લાવવામા આવ્યુ હતુ. ત્યાં બાળકોની હોસ્પીટલના ડો. મનિષ ભાઈ સનારીયા તેમજ એનેસ્થેટીક ડો. રૂપારેલીયા તથા ડો. હીતેશ ભાઈ પટેલ (ઈ.એન.ટી.) દ્વારા અત્યાધુનિક સાધનોની મદદ થી એન્ડોસ્કોપી દ્વારા બાળકની અન્નનળી મા ફસાયેલ સિક્કો દુર કરી બાળક નો જીવ બચાવતા પરિવારજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.

Img 20180423 Wa0017આજના આધુનિક સમયમા ડોક્ટરને ભગવાનનો દરજ્જો શા માટે આપવામા આવે છે તે બાબત આ કીસ્સા દ્વારા સ્પષ્ટ થાય છે. ડોક્ટર્સ ની સમય સુચકતા તેમજ કાર્ય કુશળતા ને કારણે એક હસતા રમતા ફૂલ નો જીવ બચી ગયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.