Abtak Media Google News

રોશનસિંહ સોઢીની જીસીએસ એકેડમી અભિનયલક્ષી કારકીર્દી માટે ‘ટિકિટ ટુ બોલિવુડ’

લોકપ્રિય ટી.વી. સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર રોશનસિંહ સોઢીએ અબતકની મુલાકાત લીધી હતી. વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતુ કે એકટીંગ એક વિશાળ ક્ષેત્ર છે. જે લોકો અભિનય લક્ષી કરીયર બનાવવા માંગતા હોય તેના માટે જીસીએસ એકેડમી ટીકીટ ટુ બોલીવુડ લઈને આવ્યું છે. રોશનસિંહ સોઢી પોતાની એકટક્ષંગ એકેડમી જીસીએસ ચલાવી રહ્યા છે.1 84 આ એકેડમી જીસીએસ રાજકોટમાં જ લોન્ચ થવા જઈ રહી છે. એકટીંગમાં રસ ધરાવતા લોકો ઓનલાઈન ફોર્મ ભરી એપ્લાય કરી શકે છે. રાજકોટમાં ફોર્મ ભરનારાઓનો એક લકકી ડ્રો કરવામાં આવશે જેમાંથી સિલેકટ થનારા પાંચ લકકી વિજેતાઓને હિન્દી ફિલ્મમાં કામ કરવાની તક મળશે. આ એકેડમીમાંથી તાલીમાર્થીઓને ૧૦૦ ટકા પ્લેસમેન્ટ આપવામાં આવશે. ટ્રેનીંગ દરમ્યાન સ્ટેજ ફીયર, કોન્ફીડન્સ અને એકટીંગ શિખવાડવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે એકટીંગ ઉપરાંત જસીએસ સ્ક્રીપ્ટ રાઈટીંગ ડાયરેકશન અને સિનેમેટોગ્રાફીની સુવિધા પણ આગામી સમયમાં શરૂ‚ કરવાનું છે. એકેડમીમાં જોડાવવા માટે પ્લે સ્ટોરની એપ્લીકેશન તેમજ વેબસાઈટ પણ  ઠઠઠ.લભતતફિંિ.ભજ્ઞળ પણ ઉપલબ્ધ છે. જીસીએસ દ્વારા ત્રણ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જેમાં અભિનય કૌશલ્યની આવડત મુજબ એકટીંગની તકો આપવામાં આવશે. રાજકોટમા સોઢીની એકટીંગ એકેડમીના વર્ગો ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે પહેલા હું ખુબજ શરમાળ હતો અત્યારે હું આત્મવિશ્વાસ સાથે વાતચીત, એકટીંગ કરી શકું છું. અને એકટીંગ માટે કળા વધુ મહત્વની છે. છોકરીઓ પણ એક વખત છોકરાના રૂપ ઉપર મોહીત થાય છે. પણ જીવનસાથી તરીકે જીંદાદીલ વ્યકિની જ પસંદગી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.