Abtak Media Google News
  • સતત 14 વર્ષથી ઉજવાતો ભકિતસભર નવરાત્રિ મહોત્સવ
  • 6 વિશાળ ગેલેરી, 5 ગેઈટ  23થી વધુ પેવેલીયન સાથે જાજરમાન આયોજન
  • અબતક શુભેચ્છા મુલાકાતે આવેલી યુવીની ટીમ: 1.5 લાખ વોલ્ટની જે.બી.એલ. લાઈન એરર સાઉન્ડ સીસ્ટમના સથવારે  ખેલેયાઓ ઝુમશે

રાજકોટ શહેરમાં કલબ યુવીની નવરાત્રી અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય , અદભુત આયોર્જન કરવામાં આવે છે , 11 વર્ષની સફળતા બાદ કલબ યુવી નવરાત્રી મહોત્સવ -20રર ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે . 14 માં વર્ષે 10,000 ખેલૈયાઓ ટ્રેડીશ્ડલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું જાજરમાન આયોજન થયું છે . રાજકોટ શહેરમાં સેક્ધડ 150 કુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.

Advertisement

રાજકોટના સેક્ધડ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી દ્વારા તા . 26-09-2022 થી 04-10-2022 દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે . જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત 14 માં વર્ષે અનેરૂ આયોજન થઇ રહયુ છે . કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે માહીતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી તથા વાઇસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયાએ જણાવ્યુ હતુ કે રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબચુવી દ્વારા સતત 14 માં વર્ષે પાટીદાર પરિવાર માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે.

Vlcsnap 2022 09 22 12H45M32S748

કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી , વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા , ક્ધવીનર કાંતીભાઇ ઘેટીયા , ડાયરેકટરો એમ.એમ.પટેલ , શૈલેષ માકડીયા , જવાહરભાઇ મોરી , જીવનભાઇ વડાલીયા , મનસુખભાઇ ટીલવા , તેમજ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઇ પટેલ (રા.મ્યુ.કો. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન) , સુરેશભાઇ ઓગણજા , બીપીનભાઇ બેરા , સંદિપભાઇ માકડીયા , પ્રફુલભાઈ કાથરોટીયા , અજયભાઇ દલસાણીયા , આશીષ વાછાણી , રેનીશ માકડીયા કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઇ ગોલ , વિગેરે આજે સાંધ્ય દૈનીક  ‘અબતક’ની મુલાકાત લઇ વિવિધ માહીતીઓ આપી હતી.

નવરાત્રી મહોત્સવમાં 10,000 ખેલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તેવું આયોજન કરાયુ છે . કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે 18 હજાર વાર જગ્યામાં સમથળ મેદાન મહેમાનો – આમંત્રીતો માટે ખાસ 6 ગેલેરી , સ્પોરશીપ કંપની માટે 23 થી વધુ પેવોલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા , આર્કષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફુટની એલ.ઇ.ડી. થી સજ્જ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઇ.ડી. ક્રિન ફોરમેટ થી સજાવટ થશે . કલબ યુવી નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં કયાંય પણ બેનર ની જગ્યાએ 3500 ફુટ જેટલી એલ.ઇ.ડી. દ્વારા સજાવટ કરવામાં આવી છે . જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે . સમગ્ર ઇવેન્ટનું લાઇવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે . કલબ યુવી ની વેબસાઇટ ઠઠઠ.ઈકઞઇઞટ.ઈંગ પરથી નવરાત્રીનું દુનીયાભરમાં લાઇવ પ્રસારણ થશે.

કમલ સાઉન્ડ દ્વારા 1,50,000 વોલ્ટની ઉંઇક ની ડબલ લાઇન એરર હાઈટેક સાઉન્ડ સીસ્ટમ , મશહુર ઓકેષ્ટા , કુડઝાન કેન્ટીન ,  ઈન્ટરનલ પાર્કિંગ તથા ટાઈટ સીકયોરીટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. આધુનીક  ટેકનોલોજીના યુગમાં કલબ યુસવી દ્વારા  ટેકનોલોજીનો ઉપયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ખૈલેયાઓ માટે બારકોડ એન્ટ્રી પાસ બનાવાયા છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્વારા ચુનીદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખેલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે . જેમાં સિંગર તરીકે મયુર બુધ્ધદેવ , રાજવી શ્રીમાળી , અક્ષિલ  પાટીલ, જલ્પા જુલીયન, અવનીબેન પીઠડીયા, શહેનાઈ વાદક નિલેશ ધુમાલ, વાંયોલીન સાગર બારોટ, ગીટાર હિરેન પીડીયા બેન્જો અમરશીભાઈ, ઓકટોપેડ ફિરોઝભાઈ રીધમીસ્ટ સહિતના કલાકારો તથા કોરસ ગ્રુપ ટીમ ધીરૂભાઈ નાદપરા, જયેશભાઈ પનારા, બીપીનભાઈ ઘુડેસીયા કાસુન્દ્રા , દક્ષાબેન માકડીયા , જલ્પાબેન હર્ષાબેન સહીતનો 40 કલાકારોનો કાફલો કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઇ જાવીયા ના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી   સૌને   એક તાલે ડોલાવશે.

  • ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી અર્વાચીન યુગમાં પ્રાચીન પરંપરાને ધબકતી રાખવા પ્રયત્નશીલ: મૌલેશભાઈ ઉકાણી

Maulesh

કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના જણાવ્યા મુજબ સાંસ્કૃતિક કલબ  કલબ યુવી ” ની સ્થાપના પાછળ સહીયારા પુરૂષાર્થ થકી પારીવારિક માહોલનું નિર્માણ કરવાનો હેતુ છે . આનંદ ઉલ્લાસ સાથે વિવિધ પ્રસંગોને માણવાની સાથોસાથ મહાશકિત સમી મા ઉમિયાના ચરણોમાં પૂજાના પાવન અવસરે વંદન કરતા દિવ્ય પર્વ પ્રાગટય સમાન મહાઆરતી નું આયોજન કરાય છે . અર્વાચીન યુગમાં પણ પ્રાચીન પરંપરાને ધબકતી રાખવાને સાથોસાથ સમાજ શ્રેષ્ઠીઓ , વડીલો , અને પરિવારજનોની ઉપસ્થિતિ વચ્ચે જ બાળકો અને યુવાનો નવરાત્રી મહોત્સવને માણે તેવા અનોખા આયોજનને સફળ કરવામાં છેલ્લા 12 વર્ષ થી કલબ યુવી ને સફળતા મળી છે . કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરીત કલબ યુવી મહોત્સવ સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણમાં યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.