Abtak Media Google News

 સ્ટેટ GSTએ રિસોર્ટની સાથોસાથ બુકિંગ એજન્ટો ઉપર પણ તવાઈ બોલાવી

આવકવેરા વિભાગની સાથોસાથ સ્ટેટ GST વિભાગ પણ કરચોરોને નથી રહ્યું ત્યારે પછી તે ક્લાસીસ હોય ફાર્માસિસ્ટ હોય કે અન્ય કોઈ . આ તકે સ્ટેટ GST દ્વારા જૂનાગઢના ગિર અને સાસણ વિસ્તારમાં હોટેલ અને રિસોર્ટ પર દરોડા પડવામાં આવ્યા હતા જેમાંથી કરોડથી વધુની કર ચોરી પકડાઈ છે. ત્યારે GST વિભાગ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. GST અધિકારીઓએ 17 રિસોર્ટ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી.

Advertisement

દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા રિસોર્ટમાં ધ ગિર રિસોર્ટ, લીબાક્સ હોટલ્સ એન્ડ રિસોર્ટ, ગિર બર્ડિંગ લોજ, જગારી અનંતા અલાઈટ, કેરીના રીટ્રીટ રિસોર્ટ, ગીર પ્રાઈડ રિસોર્ટ, આરામનેસ ગીર નેશનલ પાર્ક, અમિધારા સ્ટે, સ્ટર્લિંગ રૃદ્રા ગિર, દક્ષ રિસોર્ટ, સાવજ રિસોર્ટ, સુખસાગર ગીર રિસોર્ટ, કંજ ગીર લાયન રિસોર્ટ, લાયન સફારી કેમ્પ, અમિધારા રિસોર્ટ, ધ કમ્ફર્ટ એટ ગિર રિસોર્ટ, રન રાઈડર્સ તથા ધ પોસ્ટ કાર્ડનો સમાવેશ થાય છે. આ દરોડામાં બે બુકિંગ એજન્ટ્સ ઉપર પણ તવાઈ બોલવામાં આવી હતી. . બુકિંગ એજન્ટ્સમાં રાઈઝિંગ ગુજરાત ટુર્સ તથા ટૂ ઝેડ હોલિડેઝ-અમદાવાદનો પઁણ સમાવેશ થાય છે.

આ રિઝોર્ટ્સના માલિકો રૃમના ભાડાં ઓછા બતાવીને તે પ્રમાણે ભાડું જમા કરાવતા હતા. કોમ્પોઝિટ ટેક્સની વ્યાખ્યાનું ખોટું અર્થઘટન કરીને તથા પૂરી પાડેલી સેવાને ચોપડે ન દર્શાવીને પણ વેરાની ચોરી કરતાં હોવાનું જોવા મળ્યુંહ હતું. આ પ્રકારના  રૂ 11.98 કરોડના વહેવારો પકડી પાડીને રૂ 2.14કરોડની વસૂલી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.