Abtak Media Google News

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા માદરે વતનમાં પ્રાણવાયુ મોકલાયો

ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ વિજાપુરા કોવીડ કેર સેન્ટર સહીત ર9 જેટલા કોવિડ સેન્ટરોમાં સહાય: ઉમિયાધામ સિદસર, રાજકોટના ક્રાંતી માનવ ટ્રસ્ટ સહીત 3 સંસ્થાને એક-એક એમ્બ્યુલન્સની ભેટ

પ્રવર્તમાન સં:ેગોમાં કોરોના મહામારી સામે વિશ્ર્વ ઝઝુમી રહયુ છે ત્યારે ભારત જેવા દેશમાં મહામારીના પરીણામે અંત્યંત ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે. કોરોનાની બીજા લહેરના પરીણામે ગુજરાત રાજયમાં ઓક્સિજન, વેન્ટીલેટર તથા મેડીકલના ઉપકરણોની તાતી જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા વતન પ્રત્યેની લાગણી વ્યક્ત કરી સૌરાષ્ટ્રની વિવિધ સંસ્થાઓને સાધનો સહીતની રૂા.પ કરોડની મદદ કરી છે.

Advertisement

એપ્રિલ માસમાં કોરોનાએ વર્તાવેલા કહેરના પિરણામે અમેરિકા અને કેનેડામાંથી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના આગેવાનો અને કમિટી મેમ્બરોએ તાત્કાલીક એક મીટીંગ યોજી માદરે વતનમાં કોરોના પીડીત ભાઈ-બહેનોને તાત્કાલીક ધોરણે સહાય મળી રહે તેવા હેતુસર ઉદાર દિલે દાનની સરવાણી વહેતી કરી રૂા. પાંચ કરોડનું ભંડોળ ભેગુ ર્ક્યુ. પ્રર્વતમાન સમયે કોરોના મહામારી સામે લડવા માટે સૌથી વધારે અછત ઓક્સિજન સપ્લાની હતી જેને ધ્યાનમાં રાખી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવા 100 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ગત તા. ર8 એપ્રિલે અમેરિકાથી રવાના કરાયા હતા. અને પ મે ના રોજ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરને મળ્યા હતા. અને હજુ 300 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર્સ પણ થોડા દિવસોમાં સૌરાષ્ટ્રમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના નેજા હેઠળ વિજાપુરા વિદ્યાસંકુલજમાં લગભગ એક્સો બેડની સુવિધા વાળુ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયુ છે જેમાં અનેક સ્વયંસેવકો રાત-દિવસ ખડા પગે સેવા આપી રહયા છે. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા આ કોવિડ સેન્ટરમાં સહાય પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ, ધ્રોલ, જુનાગઢ, ઉપલેટા, ભાયાવદર, મોટીમારડ, માણાવદર, લાલપુર, સુરેન્દ્રનગર, હળવદ, અમરેલી સહીત લગભગ વીસેક જેટલા કોવિડ કેર સેન્ટરો  પીએચસી તથા સીએચસી સેન્ટરોને આ સાથે વોટેજ ક્ધવર્ટર્સ, ઓક્સીમીટર્સ, પીપીઈ કીટ સહીતના મેડીકલ ઉપકરણોની સપ્લાય કરવામાં આવી છે. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા  દ્વારા વતનના નાના ગામડાના દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુથી એક મોટી એમ્બ્યુલન્સ ઉમિયા માતાજી મંદિર સિદસર તથા રાજકોટની કાંન્તી માનવ સેવા ટ્રસ્ટને એક-એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. જેમાં જરૂરીયાત મંદ દર્દીઓ માટેની દવા કોરોના રેપીડ ટેસ્ટ કીટ, તથા 1000 ભોજન કીટ અને કેટલીક સંસ્થાઓને 3 મહિનાનો ભોજન ખર્ચ ઉપાડવાની તૈયારી બતાવી છે. અમેરિકાના પાટીદારો દ્વારા સૌરાષ્ટ્રભરમાં ચાલતા ર0 જેટલા કોવિડ કેર સેન્ટરોના તબીબો સાથે ઓનલાઈન ચર્ચા કરી મદદરૂપ બનવાનો પ્રયાસ થઈ રહયો છે. તેમ કડવા પાટીદાર સમાજ નોર્થ અમેરિકાની વર્કીગ કમીટી દ્વારા જણાવાયુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.