Abtak Media Google News

અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરે જુવાનીના સમયમાં ઘણી ફિલ્મો એક સાથે કરી હતી પરંતુ હાલમાં  ઘણા સમય બાદ આ બને દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળ્યા છે. એક દમદાર સ્ક્રીપ્ટ સાથે આ મનોરંજન ફિલ્મ બનાવવામાં આવી છે. હિન્દી સિનેમામાં આવી ફિલ્મો ઘણી ઓછી જોવા મળે છે.

Advertisement

102 Not Out 1પિતા અને પુત્રના કિરદારમાં બનેલી આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે.આ ફિલ્મના ટ્રેલરમાં ઘણા એવા સીન છે જે તમને હસાવવા માટે મજબૂર કરી દેશે. ઘણા સમયથી આ ફિલ્મના અનેક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યા હતા.

ફિલ્મના ટ્રેલમાં એક જગ્યા એ અમિતાભ બચ્ચન તેમના પુત્ર રૂષી એટલેકે બાબુલાલ ને લવ લેટર લખવાની સલાહ આપે છે. અને જ્યારે બાબુલાલ નું ક્લિષ્ટ હિન્દીમાં લખેલો લવ લેટર તેમના હાથમાં આવે છે ત્યારે તે પૂછે છે છે કે હિન્દીમાં નથી લખ્યો..?આવા ઘણા અનેરા પત્રો આ ફિલ્મોમાં જોવા મળ્યા છે.

આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ થતાં જ આ દર્શકોમાં આ ફિલ્મનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ ફિલ્મ 4 મેના રોજ રીલીઝ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.