Abtak Media Google News

મુંબઈ એરપોર્ટ પર આઇએલએસ (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) સાથે સંકળાયેલા કામના કારણે એરપોર્ટનો મુખ્ય રનવે  શનિવારે ત્રણ કલાક બંધ રહેશે. જાળવણી કાર્યોના પગલે, છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટના ફ્લાઇટ શેડ્યૂલ પર અસર થશે.  શુક્રવારે મુંબઇ એરપોર્ટ ખાતે આઇએલએસ અપગ્રેડેશન વર્ક ને કારણે  412 ફ્લાઇટને અસર થશે.

Advertisement

મુંબઇ એરપોર્ટ પર 2 થી સાંજે 5 વાગ્યા વચ્ચે કોઈ ફ્લાઇટ લેન્ડ કે ટેક ઓફ કરવામાં આવશે નહીં. “આઇએલએસ (ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ) સાથે સંબંધિત કામ માટે મુંબઈ એરપોર્ટનો  મુખ્ય રનવે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે.કેટલીક ફ્લાઇટો રદ્દ કરવામાં આવે આવશે.

મુંબઈ એરપોર્ટ, જે દેશમાં બીજા સૌથી વ્યસ્ત છે, તે જેટ એરવેઝનો મુખ્ય આધાર છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને કામગીરીઓનું CSIA દ્વારા હાથ ધરવામાં આવે છે. તેની બે ક્રોસિંગ રનવે છે – 09/27 (મુખ્ય) અને 14/32 (સેકન્ડરી રનવે). સરેરાશ, મુંબઈ એરપોર્ટ પર દરરોજ 970 વિમાન મુસાફરો અવર જવર કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.