Abtak Media Google News

ગત ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે શ્રી વિજયભાઈએ પ્રથમ વખત રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે ટીમ મિલન કોઠારી દ્વારા ખાસ’ મુંબઈથી નાસિક ઢોલ’ ની ટીમને રાજકોટ બોલાવવામાં આવી હતી અને આ ઢોલના અવાજથી શહેર ગાજી ઉઠ્યું હતું.એટલું જ નહીં હરીફ ઉમેદવારનો પરાજય પણ નિશ્ચિત થઈ ગયો હતો. આ વખતે આ ઈતિહાસ ફરીથી દોહરાવવામાં આવશે અને જ્યારે માનનીય વિજયભાઈ ઉમેદવારી નોંધાવે તે પૂર્વે બહુમાળી ભવન ચોકમાં નાસિક ઢોલ ધમાલ મચાવી હતી.  નાસિક ઢોલ મુંબઈનું પ્રખ્યાત ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે અને વિવિધ પ્રસંગોને તેઓ જીવંત કરી બતાવે છે.તેમને જોવા અને સાંભળવા એક લ્હાવો છે.ખાસ કરીને મહારાષ્ટ્રના ગણેશ મહોત્સવમાં તેમનું પર્ફોર્મન્સ અદભુત હોય છે.રાજકોટમાં તેઓ ૫૦ જેટલા ઢોલ, ત્રાંસા, ઝાલર,અને ઘંટ દ્વારા એક અનોખો માહોલ ઉભો કરશે.ટીમ મિલન કોઠારીનાં આમંત્રણથી રાજકોટ આવેલા ઢોલબાજો વિજયભાઈ ઉપરાંત ભાજપના અન્ય ઉમેદવારોના ભવ્ય વિજયનો પાયો નાખશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.