Abtak Media Google News

ટીપરવાનના ડ્રાઈવર અને હેલ્પર સાથે મીટીંગ કરી: સુકા-ભીના કચરા અંગે શહેરીજનોને માર્ગદર્શન આપ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટને સ્વચ્છ શહેર નં.૧ તથા સ્માર્ટ સિટી બનાવવાની કામગીરી માટે શેપીંગ અ સ્માર્ટ રાજકોટની થીમ આધારિત પ્લાનિંગ કરવામાં આવેલ છે. વોર્ડ કક્ષાએ આયોજનબધ્ધ અને સમયબધ્ધ રીતે તથા ઘનિષ્ટ ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરી શકાય તે માટે  વોર્ડ પ્રભારી ની નિમણુંક કરવામાં આવેલ છે, તે અનુસંધાને આજે તા. ૧૨ના રોજ ટીપરવાનના ડ્રાઈવર અને હેલ્પર સાથે મીટીંગ તેમજ કૃષણનગરમાં ટીપરવાન સાથે જઈને સુકા-ભીના કચરા અંગે શહેરીજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ વોર્ડ નં. ૭ ના વોર્ડ પ્રભારી તેમજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

Advertisement

4. Thursday 2 2

વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૦૭ ખાતે તમામ ટીપરવાનના ડ્રાઈવરો અને હેલ્પરોને એકત્ર કરી કચરાનું સેગ્રીગેશન કરવું અને સુકો  ભીનો કચરો અલગ જ લેવામાં આવે તે અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં રાખવામાં આવે તેવું શહેરીજનોને માર્ગદર્શન આપવા અંગે પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત કૃષ્ણનગરમાં ઘરે ઘરે ટીપરવાન સાથે જઈને ચકાસણી કરવામાં આવી હતી અને સુકો-ભીનો કચરો અલગ અલગ કચરા ટોપલીમાં રાખવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત સ્થળ ચકાસણીમાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંઘ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, વોર્ડ ઓફિસર  આરતી નિમ્બાર્ક, એસ.આઈ. ગોંડલીયા, એસ.એસ.આઈ. નિલેષ વાંજા તેમજ ટીપરવાનના સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.