Abtak Media Google News

વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓને સાથે રાખ્યા વિના ખૂદ પાનીએ કર્યું ચેકિંગ

મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આજે સતત બીજા દિવસે શહેરના અલગ-અલગ વોર્ડમાં વોર્ડ ઓફિસ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથધર્યું હતું. જેમાં રજા લીધા વિના ગેરહાજર એવા ૧૨૮ સફાઈ કામદારોને નોટિસ ફટકારી એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો.

આજે સવારે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સોલીડ વેસ્ટ શાખાના એક પણ કર્મચારી કે અધિકારીને સાથે રાખ્યા વિના ખૂદ સફાઈ કામદારોની હાજરીના ચેકિંગ માટે ન્યુ રાજકોટના વોર્ડ નં.૯ અને ૧૦ ઉપરાંત સેન્ટ્રલ ઝોનના અમુક વિસ્તારોમાં ત્રાટકયા હતા જયાં રજા લીધી ન હોય તેવા સફાઈ કામદારોને ફરજ હાજર ન જણાતા તેઓને ધડાધડ નોટિસ ફટકારી હતી. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં ગેરહાજર ૪૪ સફાઈ કામદાર, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૨,૩,૭,૧૩ અને ૧૪માં ૧૪ સફાઈ કામદાર અને પૂર્વ ઝોનમાં વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં ૪૪ સફાઈ કામદારો હાજર ન હોવાનું જણાતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ તમામને નોટિસ ફટકારી એક દિવસનો પગાર કપાત કરવા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારને તાકીદ કરી હતી.

સફાઈ કામદાર પરસોતમભાઈ ચુડામા, સવજીભાઈ પુરબીયા, જસવંતીબેન વાઘેલા, સોનલબેન વાઘેલા, ભનુભાઈ વાઘેલા, અશ્વિનભાઈ ચૌહાણ, હંસાબેન અમુભાઈ, નરસિંહભાઈ ગાંજણ, રાજેશભાઈ પરમાર, પ્રકાશભાઈ વાઘેલા, સંજયભાઈ કબિરા, આનંદભાઈ વાઘેલા, સંજયભાઈ વાઘેલા, ધીરૂભાઈ ગડીયલ, મોઘીબેન બારૈયા, હંસાબેન બારૈયા, કુસુમબેન પરમાર, રાજીબેન વાઘેલા, ચેતનભાઈ પરમાર, રોહિત બારૈયા, લિલાબેન શિંગાળા, જયાબેન નારોલા, દલાભાઈ વાઘેલા, મુકેશભાઈ કબિરા, અશોકભાઈ નારોલા, કાળીબેન સોઢા, અરવિંદભાઈ શિંગાળા, રવજીભાઈ દલીયા, સંજયભાઈ ઘાવરી, અશોકભાઈ શિંગાળા, રાજેશભાઈ વાઘેલા, ગીતાબેન હજીરા, વિજયભાઈ ઝાલા, લિલાબેન કબિરા, નિમુબેન વાઘેલા, બટુકભાઈ વાઘેલા, હંસાબેન વાડોદરા, રાજુભાઈ ગૌરી, એભલભાઈ ઢાકેચા, ભીખુભાઈ વાઘેલા, ભારતીબેન વાઘેલા, અશોકભાઈ ઘાવરી, દિપકભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ વાઘેલા, ચમનભાઈ સોઢા, જીતેશભાઈ વાઘેલા, આરતીબેન વાઘેલા, સંદીપભાઈ બેડીયા, યોગેશભાઈ નૈયા, રાહુલભાઈ પરમાર, પ્રવિણભાઈ સોઢા અને ગોરીબેન ધાવરીને નોટીસ ફટકારવામા આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.