Abtak Media Google News

હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા વિકૃત શખ્સે દુષ્કર્મના ઇરાદે હત્યા કર્યાની કબુલાત

Dsc 0921

શહેરના વાવડી વિસ્તારમાં આવેલા વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા શ્રમજીવી પરિવારની છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે હત્યા કરી ફરાર થયેલા રાજસ્થાની શખ્સને લાલપુર તાલુકાના કરેણા ગામેથી ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ દાહોદ જિલ્લાના ગરબાળા તાલુકાના નિમસ ગામના વતની અરવિંદભાઇ રસીયાભાઇ આદિવાસી પોતાના પરિવાર સાથે ૧૫૦ ફુટ રીંગ રોડ પર વાવડી ખાતે આવેલા વૃંદાવન ગ્રીન સિટી સાઇટ પર મજુરી કામ કરતા હોવાથી તેઓ ત્યા સ્થાયી થયા હતા.

અરવિંદભાઇ આદિવાસીની છ વર્ષની બાળકીને ગત તા.૧૩ ઓગસ્ટના રોજ કબાટમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી તે દરમિયાન ઘટના સ્થળે કામ અર્થે છેલ્લા ચારેક દિવસ વિક્રમ નામનો શખ્સ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું અને બાળકીની હત્યા બાદ તે લાપતા હોવાથી તેને હત્યા કર્યાની શંકા સાથે પોલીસે છાનભીન શરૂ કરી હતી.

પોલીસે શહેરમાં ૩૦૦ જેટલા સ્થળે ચાલતા બાંધકામ સાઇટ પર અને બિલ્ડરના વોટસેઅપ ગૃપની મદદ લઇ વિક્રમ અંગે શોધખોળ હાથધરી હતી. તેમજ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા મજુરોની પૂછપરછ કરતા પડવલા, જામજોધપુર, તરસાઇ અને ગોંડલ પંથકમાં કામ કર્યાની વિગતો મળી હતી તેમજ તેનો ફોટોગ્રાફ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા, દાહોદ અને રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી દરમિયાન કાળુ ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન જીવા ડામોર નામના શખ્સ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો વતની હોવાનું અને તેને અગાઉ અંગત અદાવતના કારણે કરેલી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી.

દસ વર્ષની સજા ભોગવ્યા બાદ તેને ઓપન જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી તે ભાગી ગયા બાદ ૨૦૧૫માં જોધપુર ખાતે અર્જુન નામ ધારણ કરી સેટીંગ કામ કરતો હતો. ત્યાં તેને એક મજુરની પાંચ વર્ષની બાળક પર બળાત્કાર ગુજારી હત્યા કર્યાની વિગતો પોલીસમે મળી આવતા પોલીસે લાલપુર તાલુકાના કરેણા ગામે હોવાની ચોકક્સ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ.એચ.બી.ધાંધલ્યા, હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાલા, સુભાષભાઇ ભરવાડ અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે અર્જુન ઉર્ફે વિક્રમની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના ઇરાદે અપહરણ કર્યુ હતુ પરંતુ બાળકીએ રાડારાડ કરતા બાળકીના ગળે છરી માર્યા બાદ માથામાં હથોડી મારી હત્યા કરી ભાગી ગયાની કબુલાત આપી છે.અર્જુન ઉફે વિક્રમ જુદા જુદા શહેરમાં અલગ અલગ નામ ધારણ કરી ત્રણ થી ચાર માસ સુધી એક સ્થળે કામ કરતો તેમજ પોતાની સાચી વિગતો કે નામ કોઇને જણાતો ન હતો. અર્જુન ઉર્ફે વિક્રમ અપરિણીત હોવાનું અને તેના પિતાને ત્રણ પત્ની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જુગાર રમાડતા ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત

પ્રથમ વખત એક સાથે ત્રણ જુગારના ધંધાર્થીને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને પાસા અધિનિયમ સુધારો કરી ગેરકાનુની વ્યાજ વટાવ નો ધંધો જુગાર પ્રવૃત્તિ મહિલા સંબંધી અત્યાચાર સાઇબર ક્રાઇમ અને ફોજદારી અને હથિયાર ધારા કલમ ના ગુનાઓને પણ ભાષામાં આવરી લેવાના વિકાસ પુરુષ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુનેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહી નો અભિગમ અપનાવતાં રાજકોટ પોલીસે જુગાર પ્રવૃત્તિ કરનાર ત્રણ વિરુદ્ધ ભાષા ની નવી જોગવાઈ હેઠળ કાર્યવાહી કરતા જુગારીયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

સરકાર દ્વારા ભાષા અધિનિયમ ૧૯૮૫ના કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જે સુધારા મુજબ હવે જુગારની પ્રવૃત્તિ પણ ભાષા ની જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવી છે

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નવા સુધારેલા પાસા ના કાયદા મુજબ જંગલેશ્વર શેરી નંબર ત્રણ માં રહેતા અને ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં તૈયાર થયેલી  દરખાસ્ત અન્વયે ઉસ્માન હારું ન ગો ગળા ઘાંચી ૩૦ , હિતેશ હીતો સંગ્રામ મીર ભરવાડ૩૧અને બળવંત ઘનશ્યામ રાજા લોહાણા ગાંધીગ્રામ વાળા સામે જુગારની પ્રવૃત્તિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવા બદલ પાસા અધિનિયમ અને સુધારી સુધારેલી જોગવાઈ મુજબ કાર્યવાહી કરતા ગુનેગારો માંફફડાટ ફેલાઈ ગયો છે.

વિરડા વાજડીમાં મુસ્લીમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

મામાને પાઠ ભણાવવા ભાણેજે મોકલેલા મીત્રોએ હત્યાને અંજામ આપ્યો

Dsc 0924

પંચરની ધંધાકીય હરીફાઈમાં તથા નાની નાની બાબતે ચાલતી કૌટુંબીક તકરારમાં ભાણેજે તેના મામાની હત્યાનુંં કાવતરૂ રચી ત્રણ મીત્રોની મદદ મેળવી મામાનું ઢીમ ઢાળી દીધું

કાલાવડ રોડ પરના વિરડા વાજડી ગામમાં પંચરના ધંધાર્થીની હત્યા કરનાર તેના ભાણેજ સહિત ચાર શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. મૃતકને તેના કૌટોબીંક ભાણેજ સાથે તકરાર ચાલતી હોવાથી બીજા આરોપીઓને સબબ સીખડાવવા માટે સોપારી આપી હતી પરંતુ મારામારીની ઘટના હત્યામાં પરિણામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વિરડા વાજડીમાં રહેતો અને ઘર પાસે પંચરની દુકાન ધરાવતો મહમદ જસીમ મહમદ અલ્લાઉદીન ઝા ઉ.૩૫ને ગત તા. ૧૭ના રોજ રાત્રીના સમયે બાઈકમાં આવેલા અજાણ્યા ઈસમોએ ઝગડો કર્યા બાદ પાઈપના ઘા ફટકારી નાસી છૂટયા હતા. રાત્રીના સમયે બેભાન પડેલા મુસ્લીમ યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો બનાવ અંગેની જાણ થતા યુનિ. પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એસ. ઠાકર, પી.આઈ. આર.વાય.રાવલ, ક્રાઈમબ્રાંચના વી.કે. ગઠવીએ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયા બાદ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનોનોંધી શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન ક્રાઈમ બ્રાંચના પી.એમ. ધાખડાને પીએસઆઈ રબારીની ટીમને ચોકકસ બાતમી મળી હતી કે પંચરના ધંધાની હરીફાઈમાં તેનાજ ભાણેજે ઈરસાદ ઉર્ફે રાજુનાએ તેના મીત્રોને સોપારી આપી હત્યા કરાવ્યાનું બહાર આવ્યું હતુ.

જે હકિકતના આધારે મેટોડાજીઆઈડીસીમાં રહેતા અને પંચરની દુકાન ધરાવતા મહમદ બસીર આલમશા ઉર્ફે ઈરસાદ કયુમશા શાહ ઉ.વ. ૨૫, નીકાવા ગામનો સલીમશા અબ્દુલ શાહ શાહમદાર ઉ.૨૫, ગોંડલનો આરોપી વિશાલ ગીરધર બાવડીયા, ગોંડલનો સબીર શાહ ઉર્ફે રૂસ્તમ હબીબશાહ શાહમદારની ધરપકડ કરી હતી.

આ ચાર આરોપીઓમાં મુખ્ય આરોપી મહમદ બસીર આલમશાહ ઉર્ફે ઈરસાદને મરણજનાર મુસ્લીમ યુવાન કૌટુબીક મામો થતો હોય આજથી આઠેક વર્ષ પહેલા રાજકોટ મુકામેક મુસ્લીમ યુવાન તેનાભાણેજને મજુરી કામ અર્થેલઈ આવ્યો હતો. આરોપી મહમદ બસીરને મેટોડા જીઆઈડીસી પાસે પંચરની દુકાન તેના મામે એ કરી દીધી હતી. જયારે મામાએ વીરડા વાજડી ગામમાં પંચરની દુકાન કરી હતી. બંને વચ્ચે પંચરની દુકાનમાં ધંધાકીય હરીફાઈ શરૂ થતા ભાણેજ મહમદ બસીર ઉર્ફે ઈરસાદે તેના કૌટુંબીક મામાને જાનથી મારી નાખવાનું હત્યાનું કાવતરૂ રચ્યું હતુ

આરોપી મહમદ બસીર ઉર્ફે ઈરસાદે તેના સહ આરોપી સલીમશાહ સાહમદારને તેના મામાનું ખૂન કરવા પેટે રૂા.૪૦ હજારની સોપારી આપી હતી, આરોપી સલીમ શાહએ તેના ગોંડલના બે મીત્રોને બોલાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

શાસ્ત્રી મેદાન પાસેથી દોઢ વર્ષ પહેલાં થયેલા બાળકના અપહરણના ગુનામાં ત્રણની ધરપકડ

દ્વારકાની બે મહિલા સહિત ત્રણને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા: બાળકને હેમખેર પરિવારને સોપ્યોં

Dsc 0912

શાસ્ત્રી મેદાન નજીક ફુટપાથ પર સુતેલી એક વર્ષની બાળકના અપહરણના ગુનાનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ભેદ ઉકેલી ખંભાળીયાની બે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના પરિવારને સોપી દેતા અપહૃત બાળકનો પરિવાર ભાવવિભોર બની ગયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ એમ.પી.ના જામ્બુવાના વતની અને શાસ્ત્રી મેદાન પાસે ફુટપાથ પર રહેતી મમતાબેન જામસીંગ ભુરીયાની એક વર્ષના પુત્ર જીગો ગત તા.૨૨-૫-૧૯ના રોજ અજાણ્યા શખ્સોએ અપહરણ કરી ગયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.પોલીસે અપહૃત બાળકની ભાળ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી. દરમિયાન જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સલમા નામની મહિલાએ એક બાળકની ખરીદી કર્યાની મળેલી બાતમીના આધારે સલમાને ખંભાળીયા ખાતેથી અટકાયત કરી પૂછપરછ કરતા તેને દ્વારકા ખાતે રહેતા સલીમ હુસેન સુભણીયા અને તેની પત્ની ફરિદાની મદદથી રાજકોટથી એક વર્ષના બાળકનું અપહરણ કરાવ્યાની અને તેના બદલામાં દ્વારકાના દંપત્તીને એક લાખ આપ્યાની કબુલાત આપતા મુસ્લિમ દંપત્તીની ધરપકડ કરી હતી.

જામનગરની ફાતિમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા અબ્દુલમીયા કાદરીએ જામનગર, ખંભાળીયાના બે, જૂનાગઢ અને સુરતના પાંચ યુવક સાથે લગ્ન કર્યા હતા ચારને છુટાછેડા દીધા બાદ ખંભાળીયાના નાથા સોમૈયા સાથે પત્નીની જેમ રહેતી હોવાની કબુલાત આપી છે. નાથા સોમૈયાએ વેચેલી મિલકતમાં હિસ્સો મેળવવા બાળકની તસ્કરી કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.