Abtak Media Google News

કરબલાના મેદાનમાં સચ્ચાઇ અને ઇન્સાનીયત માટે ઇમામ હુસૈને પરિવાર સાથે કુરબાની આપી હતી

મુસ્લિમ મુહમરમનો તહેવાર પોતાના પવિત્ર પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહો અલયહીવવસ્સલજી ના નવાસા હઝરતે ઇમામ હુસૈન (અલયહીસ્સલામ) જે કરબલા ના મેદાનમાં પોતાના પવિત્ર ભાઇઓ ભત્રીજાઓ ભાણેજો પોતાના ચાહવાવાળા સહીત સચ્ચાઇ અને ઇન્સાનીયતની ખાતીર પોતાના પ્રાણ નીછાવર કરી દીધા તેમની યાદમાં ઉજવે છે.

તે સમયે હુકુમતની બાગડોળ યજીદનાહાથમાં હતી જે યજીદના વીચારો તથા તેની આદતો ખુબ જ નીમ્ન તેમજ હલકી કક્ષાની હતી જે વસ્તુ ઇન્સાનીયતને શર્મશાર કરે જેવી કે વ્યભિચાર, દા‚, જુગાર, બહેન દીકરીઓ સાથે વ્યભીચાર વગેરે ખરાબ લક્ષણો તેમાં હતા.

યજીદ પાપી પોતાનામાં જેટલી ખરાબીઓ હતી તે પ્રજામાં પણ જાહેર થઇ જાય અને તેની ખરાબીઓ પ્રજા અપનાવી લોકો પણ તેવું કરે તે ઇચ્છતો હતો પણ આ ખરાબીમાં કોઇપણ લોકો તેનું સાથ ન આપે. તેના માટે તેણે વીચાર્યુ કે જો લોકો તેનું સાથ ન આપે તેના માટે તેણે વિચાર્યુ કે જો ઇમામ હુસૈન જે પવિત્ર પયગમ્બરના નવાસા છે જેવી મોટી વ્યકિત મારું સાથ આપે તો પ્રજા તો આમ પણ કબુલ કરી લે કારણ કે પ્રજા વિચારે કે ઇમામ હુસૈન જેવી મોટી વ્યકિતએ યજીદની આ શરતો કબુલ કરી તો અમને શું વાંધો?

હવે યજીદે પોતાની રાર્તો કબુલાવા માટે ઇમામે હુસૈનને વાત કરી પણ ઇમામ હુસૈનને તેને સખત શબ્દોમાં ના પાડી અને ઇન્કાર કરતા કહ્યું કે હું મારા પ્રાણની છાવર કરી દઇશ પણ તારી આ ખરાબીઓને માન્ય નહી ગણું આથી યજીદે ઇમામે હુસૈન તેમના કુુટુંબીજનો મિત્રોને ખુબ જ પરેશાન કર્યા ઇમામ હુસૈન જે મહીનામાં રહેતા તે યજીદના જુલ્મો સીતમને હીસાબે મદીના થી મકકા આવી પહોચ્યા મકકાામ) પણ યજીદે તેઓને ખુબ જ પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું.

આથી ઇમામે હુસૈને વિચાર્યુ છે હવે મકકાથી ફુકા ચાલ્યો જાઉ જયાં ચાહવાવાળાઓને ત્યાં થોડાક દિવસો શાંતિના નીકળશે. પછી યજીદને ખબર પડી કે કુફાવાળાઓ ઇમામે હુસૈન અને તેમના કુટુંબીજનો અને તેમના મિત્રોનો ખુબ જ સાથ આપી રહ્યા છે. અને મારો વિરોધ કરી રહ્યા છે.

આથી તેેણે તેના ખાસ માણસ ઇબ્મે જીયાદ જે ખુબ જ અત્યાચારી અને જાલીમ હતો તેની કુફામાં ગવર્નર તરીકે નિયુકિત કરી યજીદના સાથી ઇબ્ને જીયાદે ગર્વનર થતાની સાથે કુફાવાળાઓને ધમકાવવાનું શરુ કર્તા કહ્યું કે કુફાના જે કોઇપણ લોકો ઇમામે હુસૈનનું સાથ આપશે તેઓના બચ્ચાઓ તથા ઔરતેને ભરચોકમાં લટકાવી તેનાી ગર્દનો કાપી નાખવામાં આવશે.

આથી કુફા વાળાઓ ઘણા ભયભીત થયા. અને તેઓએ ઇમામે હુસૈન ના નાયબ હઝરતે મુસ્લીમ બની અકીલનો સાથ છોડી દઇ ફરી ગયા. હવે ઇમામે હુસૈનનો કાફલો કરબલામાં બંધીવાન થઇ ગયો યજીદ તથા ઇબ્ને જીયાદે તેઓને માટે પીવાનું પાણી બંધ કરી દીધું.

આથી ઇમામે હુસેનનો તે પવિત્ર કાફલો પોતાના ભત્રીજાઓ, ભાઇઓ, ભાણેજો, નાના બાળકો સાથીઓ સહીત કરબલાના તપતા મેદાનમાં ત્રણ દિવસના ભુખ્યા, પ્યાસા, ઇન્સાનીયતને માનવતાની ખાતર શહીદ થયા ઇમામે હુસૈને પોતાના પ્રાણની આહુતિ આપી ઇન્શાનીયતનો શૈતાનીયત ઉપર વિજય અપાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.