Abtak Media Google News
  • કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વાઈઝ વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારીશક્તિ વંદનાકાર્યક્રમ યોજાયો
  • 3 લાભાર્થીઓ દ્વારા  યોજનાને લગત પ્રતિભાવ રજુ કરાયા:10 મહિલાઓ દ્વારા બનેલી સ્વ-સહાય જૂથની બેહનોને રૂ.10,000/-નો રીવોલ્વીંગ ફંડનો પ્રતિકાત્મક ચેક અર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વાઈઝ 68-વિધાનસભા, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, રેલનગર, 69-વિધાનસભા, કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે.સ્કુલ સામે, આકાશવાણી ચોક, 70-વિધાનસભા, શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટ અને 71-વિધાનસભા, શિવ ટાઉનશીપ, મવડી-કણકોટ રોડ, મીરા ટાઉનશીપની સામે વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો.

વડાપ્રધાનની  વર્ચ્ચુઅલ ઉપસ્થિતિ તેમજ માન. મુખ્યમંત્રીની  પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. તેમજ આ કાર્યક્રમ સમાંતરે સમગ્ર રાજ્યના 33 જીલ્લાના 182 વિધાનસભા ક્ષેત્રમાં કાર્યક્રમ યોજી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (ગછકખ) તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (ગઞકખ) અંતર્ગત સ્વ-સહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવા કાર્યક્રમ યોજાયેલ.

આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા સમૂદાયને સંબોધન કરતા  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ જય મહાકાળી, જય માં દુર્ગાના નારા સાથે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ નારી શક્તિને કેવી શક્તિ બનાવી એ આજનું ઉત્તમ ઉદાહરણ છે. દેશભરની લાખો મહિલાઓ સમૃદ્ધ બની છે. આજના આ કાર્યક્રમમાં દેશભરની લાખો બહેનો ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે તે તમામ બહેનોને વંદન કરું અભિવાદન કરું છું. ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની તમામ બહેનોને અભિવાદન કરું છું.

પ્રધાનમંત્રીએ  વધુમાં કહ્યું હતું કે, આજની નારીઓ આત્મનિર્ભર બની રહી છે. કલકત્તા એ શહેર છે જેની મેટ્રો પ્રખ્યાત છે અને કલકત્તાની મેટ્રો એનું ઊતમ ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટી કેવા કામો કરી રહી છે. પહેલા અને અત્યારે મેટ્રોની સાઈઝમાં ઘણો વધારો થયો છે. આખો દેશ કહે છે, પશ્ચિમ બંગાળ પણ કહે છે, ને આખા દેશની મહિલાઓ કહે છે કે અબ કી બાર મોદી સરકાર. વિરોધીઓ કહે છે કે મોદીનો પરિવાર જ નથી પણ હું આજે તેમને કહી દઈશ કે મારો પરિવાર દેશની મારી બહેનો છે, આજે દેશના ખૂણે ખૂણેથી જોડાયેલ બહેનો જ છે મોદીનું પરિવાર. બંગાળની દરેક માતાઓ – બહેનો મારો પરિવાર છે. મોદીના જીવનની પળ પળ આજ પરિવાર માટે સમર્પિત છે. જો મોદીને કઈ પણ સંકટ આવે તો આજ પરિવારની બહેનો કવચ બનીને, દુર્ગા બનીને રક્ષણ કરે છે. આજ દેશના દરેક ગરીબ, નવ જવાન, ખેડૂત, બહેનો કહી રહ્યા છે કે હું છું મોદીનો પરિવાર. આજ આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હાજર છે ત્યારે હું કહીશ કે મેં બહુ જ નાની ઉંમરે ઘર છોડીને સંઘમાં જોડાઇ ગયો હતો. દેશના ખૂણે ખૂણે ભટકતો હતો, ખિસ્સામાં એક રૂપિયો નહોતો ત્યારે હું જોઈ રહ્યો હતો કે કોઈને કોઈ પરિવાર કોઈને કોઈ માતા-બહેન મારી સંભાળ રાખતા, જમવાનું પૂછતાં. આજે પણ ખિસ્સામાં એક રૂપિયો નથી પણ દેશની બહેનો-માતાઓને સમૃદ્ધ બનાવીશ કેમકે આજ મારું પરિવાર છે. મારા આ પરિવાર માટે હું હજુ અનેક કામ કરતો રહીશ. દેશના નાનામાં નાના પરિવારને મારી ચિંતા રહી છે એકે હું એ દરેક પરિવારની ચિંતા કરું છું. જેને મારી ચિંતા કરી આજે હું એની ચિંતા કરી મારુ કર ચૂકવી રહ્યો છું.

વિશેષમાં  વડાપ્રધાનએ  કહ્યું હતું કે, આ રાષ્ટ્રએ અનેક મહાન મહિલાઓ શક્તિ સ્વરૂપે આપી છે. મુસીબતના સમયે મહિલા સરળતાથી કમ્પ્લેઇન કરી શકે તે માટે મહિલા હેલ્પલાઇન બનાવી છે. ભારતની નારી શક્તિ દેશની આર્થિક શક્તિ બને માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. કેન્દ્ર સરકાર મહિલાઓને સ્વ-નિર્ભર બનાવવા માટે બજેટમાં પણ જરૂરી યોજનાઓનો સમાવેશ કરે છે. બહેનોને જે સહાય આપવામાં આવે છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવે છે. મારુ સ્વપ્ન દેશની ત્રણ કરોડ ગરીબ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું છે. તમે કલ્પના કરો નાના ગામમાં લખપતિ દીદી હશે તો તે ગામની કાયાપલટ કેવી હશે. અમારી સરકાર લખપતિ દીદી યોજના ઉપર પુરજોશમાં કામગીરી કરી રહી છે. દેશની અસંખ્ય મહિલાઓ આજે વિવિધ પ્રવૃતિઓ કરી આત્મનિર્ભર છે. પોતાનો વ્યવસાય કરી પરિવારને પણ આર્થિક સહાય કરે છે.

68-વિધાનસભા વિસ્તારમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, રેલનગર ખાતે યોજાયેલ વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, પાર્ટીના આગેવાનો  કાર્યકરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ. કેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાનું મહાનુભાવો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા પુષ્પ હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રતિકારાત્મક રૂપે ચેક વિતરણ કરવામાં આવેલ.  69-વિધાનસભા, કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે.સ્કુલ સામે, આકાશવાણી ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 70-વિધાનસભા, શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, અંબાજી કડવા પ્લોટ ખાતે યોજાયેલ પ્રોગ્રામમાં ધારાસભ્ય  રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા,  વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 71-વિધાનસભા વિસ્તારમાં શિવ ટાઉનશીપ, મવડી-કણકોટ રોડ, મીરા ટાઉનશીપની સામે યોજાયેલ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ,  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ પર 03 લાભાર્થીઓ દ્રારા આ યોજનાને લગત પ્રતિભાવ રજુ કરવામાં આવેલ. 10 મહિલાઓ દ્રારા બનેલ સ્વ-સહાય જૂથની બેહનોને રૂ.10,000/-નો રીવોલ્વીંગ ફંડનો પ્રતિકાત્મક ચેક, એરિયા લેવલ ફેડરેશનને રૂ.50,000/-નો રીવોલ્વીંગ ફંડનો ચેક તથા ઙખજટઅગશમવશ યોજના અંતર્ગત મંજુર થયેલ પ્રથમ તબક્કાની રૂ.10,000/-, બીજા તબક્કાની રૂ.20,000/- તથા ત્રીજા તબક્કાની રૂ.50,0000/-ની લોનના પ્રતિકાત્મક ચેકનું વિતરણ કરવામાં આવેલ તેમજ ફાયનાન્સીયલ લીટરસી માટે લીડ બેંક દ્રારા કાર્યક્રમના સ્થળે સ્ટોલ પણ રાખવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.